Ahmedabad News: અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણીઓ રાખતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNDC વિભાગે જાહેર કરેલી નવી સૂચના મુજબ હવે શહેરમાં પાલતુ બિલાડી (Ahmedabad Pet Cat Registration) રાખતા દરેક નાગરિકે પણ તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી પાલતુ શ્વાન (Pet Dog) માટે લાગુ નિયમ હવે બિલાડીઓ પર પણ લાગુ કરવામાં આવ્યો છે.
Ahmedabad Pet Cat Registration: AMCમાં કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન
જાહેર સૂચના અનુસાર અમદાવાદ શહેરની હદમાં રહેતા પાલતુ શ્વાન અને પાલતુ બિલાડી (Ahmedabad Pet Cat Registration)ના માલિકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં નોંધણી પૂર્ણ કરાવવાની રહેશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અને લાગુ કાયદાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જઈ જરૂરી વિગતો ભરવાની રહેશે. સાથે આધાર કાર્ડ અથવા ચૂંટણી ઓળખપત્ર, મિલકત વેરા અથવા લાઈટ બિલનો પુરાવો, અરજદારનો ફોટોગ્રાફ, પાલતુ પ્રાણીનો ફોટોગ્રાફ તેમજ પ્રાણીને રાખવામાં આવતા સ્થળનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
ફી અંગે વાત કરીએ તો પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન માટે ₹2,000 અને પાલતુ બિલાડી (Ahmedabad Pet Cat Registration)ના રજીસ્ટ્રેશન માટે ₹200 ફી નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી અને ફી ભર્યા બાદ નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સમયમર્યાદા પહેલાં નોંધણી પૂર્ણ કરવાની અપીલ કરી છે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે કોર્પોરેશનના વેટરનરી વિભાગનો સંપર્ક પણ કરી શકાય છે.
આ પણ વાંચો:ઓહ માય ગોડ! એક પાલતુ બિલાડીને પ્રેમ કરવો પડ્યો ભારે,કર્યું કંઈક એવું જેના કારણે તેના માલિકનો જીવ ગયો
આ પણ વાંચો:પાલતુ પ્રાણીઓને રેલ્વેમાં સાથે લઈ જઈ શકાય? રેલ્વેએ આપ્યા 4 વિકલ્પ
આ પણ વાંચો:બિલાડીના મૃતદેહ સાથે મહિલા 3 દિવસ સુધી રહી, અંતે ફાંસી લગાવીને કર્યો આપઘાત
