Morbi News/ જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ: 12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર, 2027ની ચૂંટણીને લઈને સરકારને ચીમકી

મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલન (Jetpar Farmers Protest)નો ત્રીજો તબક્કો શરૂ. 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠકમાં રાજ્યવ્યાપી લડત અને 2027ની ચૂંટણીને લઈને કડક ચેતવણી આપવામાં આવી.

Top Stories Gujarat Others Breaking News
Jetpar Farmers Protest: 12 જિલ્લાના ખેડૂતો એક થયા, ગુજરાતવ્યાપી લડતની તૈયારી

Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વળતર મુદ્દે ચાલી રહેલું ખેડૂત આંદોલન (Jetpar Farmers Protest) હવે વધુ ઉગ્ર તબક્કામાં પ્રવેશ્યું છે. આંદોલનના ત્રીજા તબક્કા (પાર્ટ-3)ની શરૂઆત સાથે જેતપરમાં 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોને યોગ્ય અને સંતોષકારક વળતર અપાવવા માટે રાજ્યવ્યાપી લડત શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Jetpar Farmers Protest:જેતપરથી સરકાર સામે ખેડૂતોનો મોટો એલાન

આંદોલન દરમિયાન ખેડૂતો તરફથી સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું. મંચ પરથી કેટલાક ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે જો ખેડૂતોના ખેતરોમાંથી વીજપોલ હટાવવામાં નહીં આવે અને વળતરનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સરકાર સામે લોકશાહી રીતે લડત આપવામાં આવશે.

આ સમગ્ર આંદોલનની શરૂઆત જેતપર ગામે આમરણાંત ઉપવાસથી થઈ હતી. ખેડૂતોએ ખાનગી વીજ કંપની દ્વારા ઊભા કરાયેલા વીજપોલ બદલ વધુ વળતરની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યો હતો. ઉપવાસ દરમિયાન કેટલાક ઉપવાસીઓની તબિયત બગડતાં ગામની દીકરીઓના હસ્તે પારણાં કરાવવામાં આવ્યા હતા.

સરકારે બાદમાં ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને વીજલાઇન માટે વળતર સંબંધિત નવો પરિપત્ર જાહેર કર્યો હતો. જોકે, જેતપરના ખેડૂતોએ આ નવી નીતિને પૂરતી ન ગણાવી તેનો અસ્વીકાર કર્યો અને ‘આંદોલન પાર્ટ-3’ની જાહેરાત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા વળતર કરતાં તેમની જમીનના નુકસાન અને ભવિષ્યના નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર મળવું જોઈએ.

બુધવારે યોજાયેલી બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત કુલ 12 જિલ્લાના ખેડૂત (Jetpar Farmers Protest)  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજ્યભરમાં ખેડૂતોને સંગઠિત કરીને આગામી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી તેમજ વિવિધ જિલ્લાઓમાંથી સૂચનો પણ લેવામાં આવ્યા હતા.

આંદોલન (Jetpar Farmers Protest)  સમિતિના સભ્ય રાજુભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાઓના ખેડૂતો સાથે પણ બેઠક યોજાશે. ત્યારબાદ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે ખેડૂત સમિતિઓ રચવામાં આવશે. આ સમિતિઓના માધ્યમથી આયોજનબદ્ધ રીતે ખાનગી વીજ કંપનીઓ સામે વળતર માટે લડત ચલાવવામાં આવશે.

ખેડૂતોએ સરકારની નવી વળતર નીતિ અંગે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નીતિ ખેડૂતો (Jetpar Farmers Protest) ના હિતમાં પૂરતી નથી. તેથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક મંચ પર લાવી રાજ્યસ્તરની નવી આંદોલન સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિના નેતૃત્વ હેઠળ આગામી સમયમાં ‘આંદોલન પાર્ટ-3’ને વધુ વ્યાપક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન: સરકારના વળતર પરિપત્રની કોપી સોશિયલ મીડિયામાં પહોંચી, સંપૂર્ણ અભ્યાસ બાદ લેવાશે અંતિમ નિર્ણય

આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલનને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું સમર્થન: ખેડૂતોના વળતર મુદ્દે CM સહિત ચાર મંત્રીઓને લખ્યો પત્ર

આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પર નિલેશ એરવાડીયાની સરકારને ચેતવણી: ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નવી વળતર નીતિ સ્વીકાર્ય નહીં