Not Set/ શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત

નવી દિલ્હી, આગામી ૪૮ કલાકમાં દુનિયાભરના ઈન્ટરનેટ યુઝ કરનારા લોકોને હેરાની ભોગવવી પડી શકે છે, કારણ કે આ સમય દરમિયાન ઈન્ટરનેટની કનેક્ટિવિટી બંધ થવાની શક્યતા જોવાઈ રહી છે. આ દરમિયાન ,મેન ડોમેન અને આ ડોમેન સાથે જોડાયેલા સર્વર કેટલાક સમય માટે રૂટીન મેન્ટેનન્સ પર રહેશે. રશિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, આગામી ૪૮ કલાકમાં ઈન્ટરનેટ યુઝર્સને […]

Top Stories World Trending
1519723458 873061 1519723787 noticia normal શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત

નવી દિલ્હી,

આગામી ૪૮ કલાકમાં દુનિયાભરના ઈન્ટરનેટ યુઝ કરનારા લોકોને હેરાની ભોગવવી પડી શકે છે, કારણ કે આ સમય દરમિયાન ઈન્ટરનેટની કનેક્ટિવિટી બંધ થવાની શક્યતા જોવાઈ રહી છે. આ દરમિયાન ,મેન ડોમેન અને આ ડોમેન સાથે જોડાયેલા સર્વર કેટલાક સમય માટે રૂટીન મેન્ટેનન્સ પર રહેશે.

રશિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, આગામી ૪૮ કલાકમાં ઈન્ટરનેટ યુઝર્સને કનેક્શન એરર મળી શકે છે.

INTERNET 647 1 શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત
world-global-internet-shutdown-48 hours-maintained-work-users-might-face-problems

ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ (ICANN) દ્વારા આ સમયે ક્રિપ્ટોગ્રાફિક કીજમાં ફેરફાર કરવા માટે મેન્ટેનન્સ પર કામ કરી શકે છે, જેથી ઈન્ટરનેટની સેવા પ્રભાવિત થવાની સંભાવના છે.

ક્રિપ્ટોગ્રાફિક કીજમાં ફેરફાર ઈન્ટરનેટ એડ્રેસ બુક, નેમ સિસ્ટમ (DNS)ને વધુ સુરક્ષિત બનાવવા માટે કરાઈ રહ્યું છે. આ ઉપરાંત ICANN દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઈબર અટેકના કારણે આ પ્રકારે મેન્ટેનન્સ કરાઈ રહ્યું છે.

internet 1 1531552123 શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત
world-global-internet-shutdown-48 hours-maintained-work-users-might-face-problems

કોમ્યુનિકેશન રેગ્યુલારિટી ઓથોરિટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જયારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા આ ફેરફાર માટેની તૈયારી કરી નથી તો, કેટલાક યુઝર્સ આ કારણે પ્રભાવિત થઇ શકે છે.

આ રીતે ઈન્ટરનેટના પ્રભાવથી બચી શકો છો

જો કે આ પ્રભાવથી બચવા માટે તમે સિસ્ટમ સિક્યોરિટી એક્સ્ટેન્શનને ઇનેબલ કરી શકો છો.

આ પ્રમાણે યુઝર્સને થઇ શકે છે સમસ્યા

internet of things શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત
world-global-internet-shutdown-48 hours-maintained-work-users-might-face-problems

આગામી ૪૮ કલાકમાં ઈન્ટરનેટ બંધ થવાની શક્યતા છે, ત્યારે ઈન્ટરનેટના યુઝર્સને વેબ પેજ ઓપન કરવામાં તેમજ ટ્રાન્જેક્શન કરવામાં પણ સમસ્યા આવી શકે છે.

આ ઉપરાંત જુના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર યુઝર્સને ગ્લોબલ નેટવર્ક એક્સેસ કરવામાં પણ સમસ્યા આવી શકે છે.

શું છે ICAAN ?

k7rRuD5h શું ખરેખર આગામી ૪૮ કલાક માટે ઈન્ટરનેટ થઇ જશે ગાયબ ?, વાંચો આ હકીકત
world-global-internet-shutdown-48 hours-maintained-work-users-might-face-problems

ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ એક નો પ્રોફિટ સંસ્થા છે, જે દુનિયાભરમાં ઈન્ટરનેટ નેટવર્કની દેખરેખ અને તેને સિક્યોર કરવા માટે કામ કરે છે.

આ ઉપરાંત ઓર્ગેનાઈઝેશન IP એડ્રેસ, પ્રોટોકોલ પેરામીટર, DNS મેનેજમેન્ટ અને રુટ સર્વર સિસ્ટમ મેનેજમેન્ટના ફંક્શન પર કામ કરે છે તેમજ આ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ ઈન્ટરનેટ એક્સેસના ટેકનિકલ મેન્ટેનન્સ પર પણ કામ કરે છે.