Not Set/ આવતીકાલથી શરુ થશે સંસદનું મોનસૂન સત્ર, ૨૦૧૪ બાદ અટકી પડેલા ૪૦ બીલોને પસાર કરવાનો સરકારનો પ્રયાસ

નવી દિલ્હી, સંસદનું શિયાળુ સત્ર વિપક્ષના હંગામાના કારણે વારંવાર સ્થગિત કરવામાં આવ્યું હતું, ત્યારે હવે બુધવારથી સંસદનું મોનસૂન સત્ર શરુ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના બીલ પસાર કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારનું ગઠન થયા બાદ લાવવામાં આવેલા ૪૦ બીલો એવા છે કે જે ચાર વર્ષમાં હજી સુધી […]

Top Stories India Trending
session આવતીકાલથી શરુ થશે સંસદનું મોનસૂન સત્ર, ૨૦૧૪ બાદ અટકી પડેલા ૪૦ બીલોને પસાર કરવાનો સરકારનો પ્રયાસ

નવી દિલ્હી,

સંસદનું શિયાળુ સત્ર વિપક્ષના હંગામાના કારણે વારંવાર સ્થગિત કરવામાં આવ્યું હતું, ત્યારે હવે બુધવારથી સંસદનું મોનસૂન સત્ર શરુ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના બીલ પસાર કરવામાં આવી શકે છે.

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારનું ગઠન થયા બાદ લાવવામાં આવેલા ૪૦ બીલો એવા છે કે જે ચાર વર્ષમાં હજી સુધી પસાર થઈ શક્યા નથી. ત્યારે હવે મોનસૂન સત્રમાં સરકારનો પ્રયાસ આ બીલોને પસાર કરવાનો હોઈ શકે છે.

બીજી બાજુ આ મોનસૂન સત્રમાં પણ વિભિન્ન મુદ્દાઓ અંગે વિપક્ષ વર્તમાન સત્તાધારી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સત્તામાં આવ્યા બાદ લંબિત બીલોમાંથી ૧૨ બીલ એવા છે જે લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી રાજ્યસભામાં પસાર થઈ ચુક્યા નથી.

સંસદમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા લોકપાલ, જમીન અધિગ્રહણ, ટ્રાન્સજેન્ડર બીલ, ટ્રિપલ તલાક બીલ, ભગોડા આર્થિક અપરાધી, નદીઓ સાથેના વિવાદ અંગેના બીલો લંબિત છે. જો કે આ બીલોમાં સરકાર ટ્રિપલ તલાક અને જમીન અધિગ્રહણના બીલોને પસાર કરવા માટેની કોશિશમાં લાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલા ટ્રિપલ તલાકના બીલને લઇ દેશભરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

મહત્વનું છે કે, સંસદનું શિયાળુ સત્ર વિપક્ષના હંગામાના કારણે વારંવાર સ્થગિત કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારના મહત્વના બીલ પાસ કરવાના રહી ગયા હતા. આ સત્રમાં પણ તેલુગુ દુશમ પાર્ટી દ્વાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો સહિતના અન્ય મુદ્દાઓ પર વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો.