Not Set/ મોબાઈલ ચાર્જરની પિન મોંઢામાં નાખતા બાળકનું કરૂણ મૃત્યુ

આજનાં આધુનિક યુગમાં મોબાઈલ આપણા જીવનનો ખાસ હિસ્સો બની ગયો છે. આજે મોબાઈલ એક એવુ ગેઝેટ્સ બની ગયુ છે કે જેનાથી તમે ઘરે બેઠા દુનિયાને જોઇ શકો છો. પરંતુ કહેવાય છે કે જ્યા સુવિધા હોય ત્યા તેના થોડા ગેરફાયદા પણ હોય છે. આપને જણાવી દઇએ કે, જહાગીરાબાદમાં શનિવારે સવારે એક અઢી વર્ષનાં બાળકની મોબાઈલ ચાર્જરની […]

India Tech & Auto
mouthburn thumb મોબાઈલ ચાર્જરની પિન મોંઢામાં નાખતા બાળકનું કરૂણ મૃત્યુ

આજનાં આધુનિક યુગમાં મોબાઈલ આપણા જીવનનો ખાસ હિસ્સો બની ગયો છે. આજે મોબાઈલ એક એવુ ગેઝેટ્સ બની ગયુ છે કે જેનાથી તમે ઘરે બેઠા દુનિયાને જોઇ શકો છો. પરંતુ કહેવાય છે કે જ્યા સુવિધા હોય ત્યા તેના થોડા ગેરફાયદા પણ હોય છે. આપને જણાવી દઇએ કે, જહાગીરાબાદમાં શનિવારે સવારે એક અઢી વર્ષનાં બાળકની મોબાઈલ ચાર્જરની પિન મોઢામાં નાખવાનાં કારણે મોત થઇ ગઇ છે.

wp 20140225 004 મોબાઈલ ચાર્જરની પિન મોંઢામાં નાખતા બાળકનું કરૂણ મૃત્યુ

આજનાં સમયમાં બાળકો મોબાઈલ વિના રહી શકતા નથી ત્યારે પરિવારનાં લોકો પણ બેદરકારી રાખતા બાળકને મોબાઈલ હાથમાં થમાવી દે છે. જેનુ પરિણામ ઘણીવાર ગંભીર બની જાય છે. જહાગીરાબાદમાં એક બાળક સાથે કઇક એવી ઘટના બની કે જેણે પરિવારનાં ચિરાગને અસ્ત કરી દીધો. જહાગીરાબાદ નગરનાં મહોલ્લા લોઘાનમાં રહેતા અહમદ હુસૈનની પુત્રી રજિયાનું અઢી વર્ષનો પુત્ર સહવરને તે સમયે કરંટ લાગ્યો જ્યારે મોબાઈલ ચાર્જરની પિન તેણે મોંઢામાં નાખી. આપને જણાવી દઇએ કે, આ બાળકનાં હાથમાં મોબાઈલનું ચાર્જર હતુ જેની સ્વિચ ઓન હતી, દરમિયાન તેણે ચાર્જરની પિનને તેના મોંઢામાં નાખી જેના કારણે કરંટ તેના શરીરમાં પ્રસરી જતા મોત નિપજ્યુ હતુ. ઘટના બન્યા બાદગ બાળકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આપને જણાવી દઇએ કે, જ્યારે મોબાઈલ ચાર્જરનો તાર કપાયેલો હોય અથવા ચાર્જર ખરાબ હોય કે પછી તેની ગુણવત્તા ખરાબ હોય ત્યારે કરંટ લાગવાની સંભાવનાઓ વધી જાય છે.

એક મોબાઈલની ચાર્જર પિનથી પરિવારનો ચિરાગ અસ્ત થઇ ગયો. આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોબાઈલને લગતી કોઇપણ વસ્તુ બાળકની નજરથી અને પહોચથી દૂર રાખવી જોઇએ. જો આપ તમારા બાળકને મોબાઈલ આપો છો તો તેની ગુણવત્તા ઉપર ખાસ ભાર આપવો જરૂરી બને છે.