Not Set/ તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવશે

મુંબઈ લોકલ તેની ઝડપ અને સેવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અહીંની વસ્તી પણ ઘણી વધારે છે.

India
Untitled 337 તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવશે

રેલ વિકાસ નિગમમધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે રેલવે બોર્ડે આ સંદર્ભમાં પહેલેથી જ નિર્ણય કર્યો હતો.  હવે ખૂબ જ જલ્દી આ નિર્ણયનોઅમલ થાય તેવી શક્યતા છે. મુંબઈમાં કામ કરતા મોટાભાગના લોકો લોકલ ટ્રેનમાં  મુસાફરી કરે છે. મુંબઈ લોકલ તેની ઝડપ અને સેવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અહીંની વસ્તી પણ ઘણી વધારે છે. કર્મચારીઓને સેવા પૂરી પાડવાના સંદર્ભમાં શરૂઆતથી જ મુંબઈ લોકલ મહત્વની ભૂમિકા રહી છે. આવી સ્થિતિમાં મુસાફરો આરામદાયક મુસાફરી માણી શકે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, લોકલ ટ્રેનોના ભાડામાં પણ ઘટાડો થવાની સંભાવના છે અને તે મહાનગરોના ભાડા માળખા પર આધારિત હશે. આ સમય દરમિયાન, ભારતીય રેલવેએ સેમી એસી લોકલ ટ્રેનો ચલાવવાની યોજના બંધ કરી છે. હવે માત્ર એસી ટ્રેનો સંપૂર્ણપણે ચલાવવાની તૈયારી દર્શાવી છે. તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે,સેમી એસી ટ્રેનમાં કેટલાક કોચ એસીના અને કેટલાક કોચ સામાન્ય કેટેગરીના હોય છે.

MRVC ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ  હેઠળ મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્ક માટે તમામ સંપૂર્ણ એસી લોકલ ટ્રેનો ખરીદીશું. અહેવાલો અનુસાર, એમઆરવીસી આગામી દિવસોમાં 283 નવી એસી લોકલ ટ્રેન ખરીદશે.તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય રેલવે મંત્રાલયે એસી લોકલ ટ્રેનોની ખરીદી માટે મંજૂરી પણ આપી છે.