Not Set/ ત્રિપુરા/ મંદીનો માર -ગરીબીથી કંટાળીને દંપતીએ બાળકો સાથે કરી આત્મહત્યા…

ત્રિપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનું મોત નીપજ્યું હતું. એક દંપતીએ બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ આર્થિક મુશ્કેલીઓ છે. ત્રિપુરામાં ગરીબીથી કંટાળેલા એક જ કુટુંબના 4 સભ્યોનું મોત, આત્મહત્યા […]

India
mot ત્રિપુરા/ મંદીનો માર -ગરીબીથી કંટાળીને દંપતીએ બાળકો સાથે કરી આત્મહત્યા...

ત્રિપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનું મોત નીપજ્યું હતું. એક દંપતીએ બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ આર્થિક મુશ્કેલીઓ છે.

ત્રિપુરામાં ગરીબીથી કંટાળેલા એક જ કુટુંબના 4 સભ્યોનું મોત,

આત્મહત્યા કરતા પહેલા આ દંપતીએ બાળકોની હત્યા કરી ઝેર આપી દીધું હતું.

પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના સાધુ બેરાગી વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. દંપતીમાં મૃતકો સાથે તેમના બાળકો પણ શામેલ છે. આ દંપતીનો મૃતદેહ તે ઘરની બહાર ઝાડ પર થી લટકતો મળી આવ્યો હતો. આ દંપતીએ આત્મહત્યા કરતા પહેલા તેમના બાળકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારબાદ તેઓએ ઝાડથી લટકીને આત્મહત્યા કરી હતી. પ્રારંભિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આપઘાતનું કારણ ગરીબી હોઇ શકે છે.

મૃતકોમાં 32 વર્ષીય પરેશ તાંતી, તેની પત્ની, 28 વર્ષીય સંધ્યા તાંતી શામેલ છે. પહેલા દંપતીએ તેમના બાળકો રૂપાલી તાંતી અને વિશાલ તાંતી ની ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતાર્યા હતા, બાળકોના મૃત્યુ પછી, તેમણે તેમના ઘરની બહાર ઝાડપર લટકી ને અત્ય્મ્હત્યા કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે આ સામૂહિક આત્મહત્યા માટે ગરીબી જ જવાબદાર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃતક પરિવાર આર્થિક મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. જેના કારણે પરિવારે આત્મહત્યા કરી હતી.

પોલીસે આ મામલો નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટનાની વિસ્તૃત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે આત્મહત્યા પાછળનું કારણ શું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.