Not Set/ PM મોદીએ કર્યુ ટ્વિટ કરી ગુડફ્રાઇડેની પાઠવી શુભેચ્છા, ઈસુ ખ્રિસ્તના સંઘર્ષને કર્યા યાદ

આજે ગુડ ફ્રાઈડેનો તહેવાર છે. આ દિવસને ભગવાન ઈસુ ખ્રિસ્તની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યારે આવામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા છે.

Top Stories India
A 15 PM મોદીએ કર્યુ ટ્વિટ કરી ગુડફ્રાઇડેની પાઠવી શુભેચ્છા, ઈસુ ખ્રિસ્તના સંઘર્ષને કર્યા યાદ

આજે ગુડફ્રાઈડેનો તહેવાર છે. આ દિવસને ભગવાન ઈસુ ખ્રિસ્તની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યારે આવામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા છે. એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું, ગુડ ફ્રાઈડે અમને ઈસુ ખ્રિસ્તના સંઘર્ષ અને બલિદાનની યાદ અપાવે છે. દયાનો એક આદર્શ અવતાર સ્વરૂપ જે જરૂરીયાતમંદોની સેવા કરવા અને બીમારોને મદદ કરવા માટે સમર્પિત હતા. “ગુડ ફ્રાઈડેના પ્રસંગે ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજવામાં આવી છે. આ તહેવાર વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :અમદાવાદ: અમેરિકન નાગરિકોને ઠગતો બોગસ કોલ સેન્ટર પકડાયો

ગુડ ફ્રાઈડેનો તહેવાર શુક્રવારે ઇસ્ટર રવિવાર પહેલાં આવે છે. આ પર્વને ભગવાન ઈસુના બલિદાન તરીકે પણ યાદ કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ તેની તૈયારી સારી રીતે અગાઉથી શરૂ કરે છે. ભગવાન ઈસુના બલિદાનને આ દિવસે ચર્ચમાં યાદ કરવામાં આવે છે.

આપને જણાવીએ કે, રોમના રાજાના આદેશથી ઈસુ ખ્રિસ્તને શુક્રવારે કલવારીમાં ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. રાજાએ આ કર્યું કારણ કે અંધશ્રદ્ધા અને જુઠ્ઠાણા ફેલાવનારા ધાર્મિક નેતાઓને ઈસુની વધતી લોકપ્રિયતાથી મુશ્કેલી થવા લાગી હતી.

આ પણ વાંચો :સુરતના કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

ઈસુના વિચારો લોકોને પ્રભાવિત કરી રહ્યા હતા. આ બધું જોઈને કેટલાક સ્વાર્થી લોકોએ બાદશાહને ઉશ્કેરવાનું શરૂ કર્યું. જે બાદ ભગવાન ઈસુને વધસ્તંભ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભગવાન ઈસુએ પોતાનું આખું જીવન લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે, એટલે કે, રવિવારે, ભગવાન ઈસુ ફરીથી જીવિત થયા હતા અને 40 દિવસ સુધી લોકોની વચ્ચે જઈને ઉપદેશ આપતા રહ્યા. ભગવાન ઈસુના પુનજીવિત થવાની આ ઘટના ઇસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો :જુહાપુરામાં વધુ એક ગુનાખોરીનો બનાવ, પોલીસની કામગીરીની કોઈ અસર નહીં ?

આ પણ વાંચો :યુવતીને સોશિયલ મીડીયા ઉપર બદનામ કરનારની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી