Not Set/ એરસેલ-મેક્સિસ કેસ : ચાર્જશીટમાં ચિદમ્બરમ આરોપી નં. 1

એરસેલ-મેક્સિસ કેસમાં યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર શિકંજો કસવામાં આવ્યો છે. ગુરુવારે ઇડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ મામલે 9 જણાને આરોપી બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ચિદમ્બરમનું નામ સૌથી ઉપર છે. Aircel-Maxis case: Enforcement Directorate files supplementary chargesheet in Delhi's Patiala House Court. […]

Top Stories India
dc Cover q49s5t041ei0hfqkudgv2tro22 20180921030549.Medi એરસેલ-મેક્સિસ કેસ : ચાર્જશીટમાં ચિદમ્બરમ આરોપી નં. 1

એરસેલ-મેક્સિસ કેસમાં યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર શિકંજો કસવામાં આવ્યો છે. ગુરુવારે ઇડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ મામલે 9 જણાને આરોપી બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ચિદમ્બરમનું નામ સૌથી ઉપર છે.

પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે સુનાવણીની તારીખ નક્કી કરી દીધી છે. ચાર્જશીટ પર 26 નવેમ્બરે સુનાવણી કરવામાં આવશે. કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ 2006માં એરસેલ-મેક્સિસ ડીલ હેઠળ એફઆઇબીપીની મંજૂરી મળવા મામલાની તપાસ ઇડી અને સીબીઆઈ કરી રહ્યું છે. એ સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા. એમના પર આરોપ છે કે, એમણે એરસેલ-મેક્સિસને એફડીઆઈની ભલામણો માટે આર્થીક મામલાઓની કેબિનેટ કમિટીને અવગણી હતી.

મહત્વનું છે કે, આ પહેલા આજે સવારે ચિદમ્બરમનું વચગાળાનું પ્રોટેક્શન વધારીને 29 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

503509 aircel maxis 770x433 e1540464838375 એરસેલ-મેક્સિસ કેસ : ચાર્જશીટમાં ચિદમ્બરમ આરોપી નં. 1

ઇડીના જણાવ્યા મુજબ એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે કેબિનેટ કમિટીની અનુમતિ વગર જ મંજૂરી આપી હતી, આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી.

કોંગ્રેસે પી. ચિદમ્બરમને જાણી-જોઈને આ મામલામાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસી નેતા હરીશ રાવતે કહ્યું કે, ઇડી સરકારના કબ્જામાં છે અને જે પણ સરકાર વિરુદ્ધ બોલે છે, એમની સામે કેસ થઇ જાય છે.