Not Set/ ઉડાન ભરતા જ વિમાનનું ટાયર નિકળી ગયુ, મુંબઈમાં કરાયુ સુરક્ષિત લેન્ડિંગ

દર્દીઓને નાગપુરથી હૈદરાબાદ લઇ જતી મેડિકલ એરક્રાફ્ટમાં અચાનક કોઇ ગડબડી આવી જતા વિમાનને સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતારવામાં આવ્યું છે. વિમાનમાં કોઇ ગડબડી હોવાની જાણ થતા તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. આ માટે ફૂલ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી. 

Top Stories India
123 123 ઉડાન ભરતા જ વિમાનનું ટાયર નિકળી ગયુ, મુંબઈમાં કરાયુ સુરક્ષિત લેન્ડિંગ

દર્દીઓને નાગપુરથી હૈદરાબાદ લઇ જતી મેડિકલ એરક્રાફ્ટમાં અચાનક કોઇ ગડબડી આવી જતા વિમાનને સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતારવામાં આવ્યું છે. વિમાનમાં કોઇ ગડબડી હોવાની જાણ થતા તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. આ માટે ફૂલ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી.

રાજકારણ / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- “ચૂંટણી ખતમ, લૂંટ ફરી શરૂ”

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં હૈદરાબાદ જઇ રહેલી એક એર એમ્બ્યુલન્સને ગુરુવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. એર એમ્બ્યુલન્સનાં તાત્કાલિક લેન્ડિંગનાં કારણ તેમાં ટેકનિકલ સમસ્યા હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ જેટ સર્વ એવિએશન સી-90 વીટી- જેઆઈએલ એર એમ્બ્યુલન્સ મહારાષ્ટ્રનાં નાગપુરથી હૈદરાબાદ જવા રવાના થઈ હતી. અચાનક ગડબડી જણાતા વિમાનનું સફળતાપૂર્વક મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયુ છે. આપને જણાવી દઇએ કે, આ વિમાનની ક્રેસ લેન્ડિંગની આશંકા વચ્ચે તેને સુરક્ષિત રીતે લેન્ડ કરાવી દેવામાં આવ્યુ છે.  વિમાનમાં એક દર્દી, બે પેરામેડિકલ સ્ટાફ અને ક્રૂ નાં બે સભ્યો હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિમાનનું પૈડું નીકળી ગયું હતું અને લેન્ડિંગ મોટી મુસિબત થાય તેવી પૂરી સંભાવનાઓ હતી. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં પ્રવક્તાએ વિમાનનાં સલામત લેન્ડિંગની પુષ્ટિ કરી છે.

બંગાળમાં રાજકીય હિંસા / બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં કેન્દ્રિય મંત્રી વી મુરલીધરનની કાર પર થયો હુમલો

એક અહેવાલ મુજબ, જ્યારે નાગપુરમાં એર એમ્બ્યુલન્સે ઉડાન ભરી તો ત્યારે તેનો આગળનું એક ટાયર વિમાનથી અલગ થઇ ગયુ હતુ. વિમાનનાં ક્રૂ નું કહેવુ છે કે, પાયલોટ્સે એમ્બ્યુલન્સનું લેન્ડિંગ ગિયરનાં ઉપયોગ વિના વિમાનની બેલી લેન્ડિંગ કરાવી. જો કે કોઈ અકસ્માત ન થયો અને આગને ટાળવા માટે ફોમ રનવે પહેલા જ રાખી દેવામાં આવ્યો હતો.

majboor str 4 ઉડાન ભરતા જ વિમાનનું ટાયર નિકળી ગયુ, મુંબઈમાં કરાયુ સુરક્ષિત લેન્ડિંગ