Corona Virus/ અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ

દેશમાં કોરોના દિવસેને દિવસે પડકારરૂપ બનતો જાય છે,હાલ દેશમાં કોરોના વિરોધી રસી મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, ત્યારે મધ્યપ્રદેશથી

Top Stories India
corona challanging અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ

દેશમાં કોરોના દિવસેને દિવસે પડકારરૂપ બનતો જાય છે,હાલ દેશમાં કોરોના વિરોધી રસી મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, ત્યારે મધ્યપ્રદેશથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક હેલ્થ વર્કરે કોરોના રસીના બે ડોઝ લીધા પછી શરીરમાં એન્ટીબોડી પણ બન્યા, છતાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરો પણ હેરાન થઈ ગયા છે.

Coronavirus updates: 11 test negative in Telangana; results of 7 awaited - The Economic Times

Election Result / ગામડે ગામડે ખીલ્યું ‘કમળ’, ‘કોંગ્રેસ’ને ન મળ્યો કોઇ સ્કોપ

એક તરફ દેશમાં જોરશોરથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કોરોનાના કેસ થોડા નિયંત્રણમાં હોય તેમ હવે આંકડો ફરીથી 16,000કરતા નીચે જતો રહ્યો છે.કોરોના રસીકરણ અભિયાન વચ્ચે મધ્યપ્રદેશના ધારથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક મહિલા આરોગ્ય કર્મચારીને રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોના ચેપ લાગ્યો હતો. શરીરમાં એન્ટિ બોડી લેવલ પણ સારા જોવા મળ્યાં છે, ચેપ લાગ્યાં પછી ડોકટરો પણ ચિંતિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારના 30 વર્ષીય મહિલા આરોગ્ય કાર્યકર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 22 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધો હતો. તેમની તબિયત લથડતા 26 ફેબ્રુઆરીએ તેમનો કોરોના ટેસ્ટ થતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમના અન્ય સ્વાસ્થ્ય અહેવાલો સામાન્ય છે.

India's COVID-19 caseload goes past 92 lakh; number of active cases increases by 6,079 - The Economic Times
Election Result / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ

આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ડોકટરોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા રસીના બન્ને ડોઝ લીધા પછી તપાસ કરતા તેણીના શરીરમાં એન્ટિ બોડીનું સ્તર પણ સારું છે. પેથોલોજીસ્ટ ડો.અનિલ વર્માએ કહ્યું કે, આ એક અનોખો કિસ્સો છે. કોઈ પણ વ્યક્તિમાં એન્ટિબોડીઝ અને કોરોના સંક્રમણ મળવું આશ્ચર્યજનક છે. ડો.વર્માએ આશંકા વ્યક્ત કરી છે કે, શુ આ વાઇરસનો બીજો કોઈ સ્ટ્રેન તો નથીને? જેથી પોઝિટિવ આવેલા મહિલા આરોગ્ય કર્મચારીના સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…