પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી શુક્રવારે પાકિસ્તાની આર્મીના ગણવેશમાં જોવા મળ્યા હતા. આફ્રિદીએ લશ્કરનો ગણવેશ પહેરી, ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. શુક્રવારે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના કહેવાથી ત્યાંની સરકારે કાશ્મીર હેવર નામનો કાર્યક્રમ યોજ્યો હતો.
જમ્મુ કાશ્મીર માંથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવાના વિરોધમાં પાક સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આફ્રિદી પણ જોડાયો હતો અને તે પહોંચ્યો ત્યારે લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતાં આફ્રિદીએ કહ્યું કે આખું પાકિસ્તાન કાશ્મીરમાં સરકાર અને સેનાની સાથે ઉભું છે.
આફ્રિદીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરતાં કહ્યું કે તમે (મોદી) અને તમારા સમર્થકોએ ભારતની છબીને ખરાબ કંડારી રહ્યા છે. ભારતમાં કેટલાક શિક્ષિત લોકો છે, જે સમજણ પૂર્વક વાત કરે છે. તમારે તેમને સાંભળવાની જરૂર છે. તેમણે પીએમ મોદીને પૂછ્યું કે જ્યારે તમે મરશો, ત્યારે તમારી ઓળખ હિટલર તરીકે થશે.
આફ્રિદીએ કહ્યું કે વડા પ્રધાન ઇમરાન ખાન અને બાકીના લોકોએ આ મામલાને હલ કરવા માટે તમામ પ્રયત્નો કર્યા. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. અમે અહીં એક બીજાની પાસે આવતાં હતાં અને લોકો ખુશ હતાં. જો કે, તમે (મોદી) સત્તા પર આવ્યા પછી, તમે ગુજરાતમાં જે કર્યું છે, તે તમે કાશ્મીરમાં કરી રહ્યા છો. તે આ અજ્ઞાનતા ની નિશાની છે. ભારત-પાકિસ્તાનના સંબંધોને સુધારવા માટે અમે તમામ પ્રયાસ કર્યા છે.
તેમણે કહ્યું કે મેં જે કેપ અને ગણવેશ પહેર્યો છે તે બતાવે છે કે હું દેશનો સૈનિક છું અને હમેશાં રહીશ. બધા સ્ટાર્સ અને સેલિબ્રિટીઝની જવાબદારી છે કે તેઓ આગળ આવે અને તેમની ભૂમિકા ભજવે. આફ્રિદીએ કહ્યું કે તેમનો પરિવાર શરૂઆતથી જ કાશ્મીર સાથે સંકળાયેલો છે. તેમના દાદા કાશ્મીરના ગાઝીનું બિરુદ ધરાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.