Not Set/ રાષ્ટ્રપતિ કોવિંદ કાલથી ગુજરાત પ્રવાસે, પહેલાં સફેદ રણ અને પછી સાસણ ગીર જશે

સફેદ રણમાં રણમાં સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નઝારો માણશે રાષ્ટ્રપતિ અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણ-ઉત્સવની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી ગણપત વસાવા પણ જોડાશે. ધોરડો બાદ સાસણ ગીરની મુલાકાતે પણ જશે. રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ ધોરડો હેલિપેડથી ટેન્ટ સિટી જશે. ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઈન્ટની મુલાકાત […]

Top Stories Gujarat India Others Trending

સફેદ રણમાં રણમાં સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નઝારો માણશે રાષ્ટ્રપતિ

અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણ-ઉત્સવની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી ગણપત વસાવા પણ જોડાશે. ધોરડો બાદ સાસણ ગીરની મુલાકાતે પણ જશે.

રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ ધોરડો હેલિપેડથી ટેન્ટ સિટી જશે. ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઈન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદભૂત નજારો માણશે ત્યાર બાદ સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. રાષ્ટ્રપતિ કોવિંદ રાત્રિ રોકાણ ટેન્ટ સિટી ખાતે જ કરશે. તારીખ ૩૦મીના રોજ બીજા દિવસે સફેદ રણમાં વહેલી સવારે સૂર્યોદયનો લહાવો માણશે.

ધોરડો બાદ રાષ્ટ્રપતિ કોવિંદ સાસણ ગીરની પણ મુલાકાતે જશે 

સફેદ રણની મુલાકાત લીધા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધોરડોથી નીકળી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાસણગીર ખાતે જવા રવાના થશે. જ્યાં તેઓ ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ વિશ્વમાં આફ્રિકા બાદ જોવા મળતા સિંહના અભયારણની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયાટિક સિંહ સમગ્ર એશિયામાં માત્ર સાસણ ગીરમાં જ જોવા મળે છે.

આજે પણ ગુજરાતનું પ્રવાસન દિન-પ્રતિદિન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું  છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના રણમાં ધોરડો ગામમાં દર વર્ષે રણ-ઉત્સવ યોજાય છે. જ્યાં સફેદરણની નજીક પ્રવાસીઓને રહેવા માટે સુંદર તંબુઓનું શહેર- ટેન્ટ સિટી ઊભી કરાઈ છે. તે ખરેખર સસ્ટેનેબલ ટુરિઝમનું એક ઉત્તમ ઉદાહરણ છે. કચ્છ રણોત્સવ એ પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રવાસન સ્થળ બંનેનો સમન્વય છે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા 5 કરોડને વટાવી ચુકી છે. તેમજ રણઉત્સવમાં લગભગ 5 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી 75000 જેટલા પર્યટકોએ ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેના થકી રાજયમાં પ્રવાસનને વેગ મળ્યો છે અને પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિભિન્ન તકો ઉત્પન્ન થઈ છે. ધોરડોની આસપાસ લગભગ 787 જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે.

ધોરડો ખાતે આ ટેન્ટ સિટીમાં સુરક્ષાનો પણ પુરતો બંદોબસ્ત કરાયો છે, રાજ્યનું પોલીસ તંત્ર, ખાનગી સિક્યોરિટી અને ક્લોઝ સર્કીટ કેમેરા દ્વારા ટેન્ટ સિટીને સંપૂર્ણ સુરક્ષિત બનાવાયું છે. 24 કલાક ડોક્ટર સાથે મિની હોસ્પિટલ ઉપરાંત સિનિયર સિટીઝન્સ માટે ગોલ્ફ કારની વ્યવસ્થા પણ અહી કરવામાં આવી છે.