Bollywood/ દારૂ વેચશે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન? ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી!

25 વર્ષીય આર્યન ખાન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે આર્યન ખાન વિશ્વની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક સાથે ભાગીદારી કરશે.

Trending Entertainment
આર્યન ખાન

શાહરૂખ ખાન એક પછી એક ફેન્સને સરપ્રાઈઝ આપી રહ્યો છે. પહેલા જ્યાં તેણે એક પછી એક પોતાની ઘણી ફિલ્મોની જાહેરાત કરી ત્યાં પછી તેના પુત્ર આર્યન ખાન ના બોલિવૂડ ડેબ્યૂના સમાચાર પણ આવ્યા. શાહરૂખ ખાનની શહેજાદે આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખક-દિગ્દર્શક તરીકે સિનેમા જગતમાં પગ મૂકશે. હાલમાં ચાહકો આ માહિતીને પચાવી પણ શક્યા નથી કે આર્યન સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે.

અહેવાલ છે કે 25 વર્ષીય આર્યન ખાન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે આર્યન વિશ્વની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક સાથે ભાગીદારી કરશે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આર્યન ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સ્ક્રિપ્ટ અને ક્લેપ સાથે ફોટો શેર કરીને તેના તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે આર્યન ખાને એક સીરિઝ લખી છે જેને તે પોતાની સ્ટાઈલમાં દર્શકો સમક્ષ રજૂ કરશે.

આર્યન ખાનની લિકર બ્રાન્ડની વાત કરીએ તો મિન્ટના રિપોર્ટ અનુસાર આર્યનના તેમાં 2 પાર્ટનર હશે. બંટી સિંઘ અને લેટી બ્લાગોએવા સાથે મળીને, આર્યન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લાવવાનું વિચારી રહ્યો છે, જે પછીથી વિસ્તરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે, તેમણે સ્લેબ વેન્ચર્સ નામની કંપની પણ શરૂ કરી છે જે સ્થાનિક સ્તરે Anheuser-Busch InBev (AB InBev) સાથે ભાગીદારી કરશે.

જણાવી દઈએ કે આર્યન અને સુહાના ખાનના બોલિવૂડ ડેબ્યૂની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક તરફ, આર્યન ખાને અભિનય સિવાય એક સંપૂર્ણપણે અલગ લાઇન પસંદ કરી છે, તો બીજી તરફ, સુહાના ખાન ટૂંક સમયમાં સિનેમાની દુનિયામાં પગ મૂકશે. દિગ્ગજ ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર તેની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા સુહાના ખાનને લોન્ચ કરી રહી છે.

આ પણ વાંચોરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના તંબુને સળગાવવાનો પ્રયાસ, પોલીસે 4 લોકોને પકડ્યા

આ પણ વાંચો:સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સત્તારુઢ

આ પણ વાંચો:ભાણી મિયારાને યાત્રામાં આવવાનો રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, જાણો તેનો અર્થ… અને જુઓ તે તસવીરો