Not Set/ થરાદની આ સરકારી હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમ, રોજના 500 જેટલા દર્દીઓની સારવાર

બનાસકાંઠા, બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાં આવેલા થરાદની સરકારી હોસ્પિટલ. જે હોસ્પિટલમાં રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સર્જન તબીબોને મૂકવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ આ સર્જન તબીબોએ વધુ રૂપિયા કમાવા માટે પોતાની ખાનગી હોસ્પિટલ્સ શરૂ કરી દીધી  અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો […]

Top Stories Gujarat Others
mantavya 267 થરાદની આ સરકારી હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમ, રોજના 500 જેટલા દર્દીઓની સારવાર

બનાસકાંઠા,

બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાં આવેલા થરાદની સરકારી હોસ્પિટલ. જે હોસ્પિટલમાં રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સર્જન તબીબોને મૂકવામાં આવ્યા હતા.

પરંતુ થોડા સમય બાદ આ સર્જન તબીબોએ વધુ રૂપિયા કમાવા માટે પોતાની ખાનગી હોસ્પિટલ્સ શરૂ કરી દીધી  અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

પરંતુ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને અત્યારના રાજ્યમંત્રી પરબત પટેલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરી અને તેમણે આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને જરૂર મુજબ તબીબોની સંખ્યામાં પણ વધારો કરાયો. જેની ફળશ્રુતિ એ મળી કે રાજ્યમાં સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં થરાદની હોસ્પિટલ પ્રથમ ક્રમે આવી.

થરાદની આ હોસ્પિટલ ખાતે થરાદ, વાવ, સુઇગામ, લાખણી, ભાભર તેમજ રાજસ્થાનમાંથી લોકો અહી  સારવાર માટે આવે છે. રોજે રોજ અહીં આશરે 500થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને સૌથી વધુ ઓપીડી સગર્ભા મહિલાઓની રહે છે.

દિવસની 250થી વધુ સગર્ભા મહિલાઓ અહીં તપાસ કરાવવા તેમજ પ્રસુતિ માટે આવે છે. અહીં મહિલા તબીબ હોવાથી મહિલા દર્દીઓને પણ સારવાર લેવામાં સંકોચ નથી થતો. આ ઉપરાંત જનરલ ઓપરેશન, ઓથોપેડીક, આંખના લેન્સ, ડેન્ટલ, સોનોગ્રાફી, એક્ષરે, લેબોરેટરી, તેમજ સામાન્ય બીમારીઓ એમ  તમામ પ્રકારના રોગોની સારવાર આપવામાં આવે છે.

થરાદની આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની વાત કરીએ તો  ચાર એમબીબીએસ, બે ગાયનેક, એક ઓર્થોપેડીક, એક જનરલ સર્જન, એક ડેન્ટલ, એક આંખ લેન્સ વિભાગના તબીબ એમ મળીને કુલ 10 તબીબો છે..જેઓ દર મહિને 15 હજાર જેટલા દર્દીઓની સારવાર કરે છે.