Not Set/ કચ્છમાં સ્વાઈન ફલૂનો પગ પેસારો, ચાલુ માસે સ્વાઈન ફલૂના 4 કેસો નોંધાયા

કચ્છ, ગુજરાતમાં સ્વાઈન ફલૂના ભરડો લીધો છે ત્યારે કચ્છમાં પણ સ્વાઈનનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. જેને લઈને કચ્છ આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી જવા પામી છે. કચ્છમાં સ્વાઈન ફલૂના પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ મહિને સ્વાઈન ફલૂના ચાર પોઝિટીવ કેસો નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષેના આંકડ પર નજર કરીએ તો […]

Top Stories Gujarat
mantavya 266 કચ્છમાં સ્વાઈન ફલૂનો પગ પેસારો, ચાલુ માસે સ્વાઈન ફલૂના 4 કેસો નોંધાયા

કચ્છ,

ગુજરાતમાં સ્વાઈન ફલૂના ભરડો લીધો છે ત્યારે કચ્છમાં પણ સ્વાઈનનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. જેને લઈને કચ્છ આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી જવા પામી છે. કચ્છમાં સ્વાઈન ફલૂના પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચાલુ મહિને સ્વાઈન ફલૂના ચાર પોઝિટીવ કેસો નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષેના આંકડ પર નજર કરીએ તો જિલ્લામાં 962 કેસો પોઝિટીવ નોંધાયા હતા જે પૈકી 134 લોકોના મોત નિપજ્યા હતા. ચાલુ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નોંધાયેલ પોઝિટીવ સાત કેસો માંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો

શ્વાસ લેવામાં પરેશાની
પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
ગભરામણ
વારંવાર ઉલટી થવી
અચાનક ચક્કર આવવા

બાળકોમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી
વારંવાર ઉલટી થવી
ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
મૂંઝવણ અને વારંવાર રડવું
તાવ અને શરદીનો ભોગ બનવું
પૂરતું પ્રવાહી ન પીવું