Not Set/ ભૂસ્ખલનમાં 5 અમરનાથ યાત્રાળુઓના મોત,3 ઈજાગ્રસ્ત,અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મુ કાશ્મીરમાં બાલતાલનાં રેલપત્રી અને બારીમાર્ગ પર ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનમાં પાંચ અમરનાથ શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બાલટાલમાં રેલપત્રી અને બ્રારીમાર્ગ ભૂસ્ખલનના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જેમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. […]

Top Stories India Trending
jammu highway2 1530667004 ભૂસ્ખલનમાં 5 અમરનાથ યાત્રાળુઓના મોત,3 ઈજાગ્રસ્ત,અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મુ કાશ્મીરમાં બાલતાલનાં રેલપત્રી અને બારીમાર્ગ પર ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનમાં પાંચ અમરનાથ શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બાલટાલમાં રેલપત્રી અને બ્રારીમાર્ગ ભૂસ્ખલનના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જેમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

પોલીસ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. જો કે ભૂસ્ખલનનાં પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. યાત્રીકોનાં મોત પર ઓમર અબ્દુલાએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાયલોની હજુ સુધી ઓળખ થઇ શકી નથી.

701230 amarnath yatra zee ભૂસ્ખલનમાં 5 અમરનાથ યાત્રાળુઓના મોત,3 ઈજાગ્રસ્ત,અમરનાથ યાત્રા સ્થગિત

સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, અત્યાર સુધી 1.96 લાખ તીર્થયાત્રીઓએ યાત્રાની નોંધણી કરાવી છે. આ વખતે અમરનાથ જનારા વાહનોમાં રેડિયો પ્રિક્વેન્સી ટેગનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત સીઆરપીએફની બાઇક ટૂકડી પણ સક્રિય છે. આ વખતે અમરનાથ યાત્રામાં બેસ કેમ્પો, મંદિરો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડો અને અન્ય ભીડભાડ વાળી જગ્યાઓની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઇ છે.