New Delhi/ નવી મુશ્કેલીમાં કેજરીવાલ? દિલ્હીના CM નિવાસસ્થાનના ‘રિપેર’ના CAG ઓડિટનો આદેશ

આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ માટે કેગ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા CAG ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories India
Untitled 157 નવી મુશ્કેલીમાં કેજરીવાલ? દિલ્હીના CM નિવાસસ્થાનના 'રિપેર'ના CAG ઓડિટનો આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ માટે કેગ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા CAG ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે શહેરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના ‘બ્યુટીફિકેશન’ પર લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પાર્ટીએ ‘નૈતિક’ આધાર પર કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી.

કેજરીવાલના બંગલામાં કેટલો ખર્ચ થયો?

PWDના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, “તે રિનોવેશન ન હતું અને જૂનાની જગ્યાએ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તેમની કેમ્પ ઓફિસ પણ ત્યાં છે. ખર્ચ રૂ. 44 કરોડ જેટલો છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે જૂના સ્ટ્રક્ચરને બદલીને નવું બનાવવામાં આવ્યું છે. કેટલાક દસ્તાવેજો દર્શાવે છે કે રૂ. 43.70 કરોડની મંજૂર રકમની સામે, સિવિલ લાઇન્સમાં 6-ફ્લેગસ્ટાફ રોડ ખાતેના કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં ‘વધારા અથવા ફેરફાર’ માટે કુલ રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઈન્ટીરીયર પાછળ 11.30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

દસ્તાવેજો દર્શાવે છે કે તે 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન, 2022 વચ્ચે 6 હપ્તામાં ખર્ચવામાં આવ્યો હતો. દસ્તાવેજો અનુસાર, કુલ ખર્ચમાં આંતરિક સુશોભન માટે રૂ. 11.30 કરોડ, પથ્થર અને માર્બલ ફ્લોરિંગ માટે રૂ. 6.02 કરોડ, આંતરિક સલાહકાર માટે રૂ. 1 કરોડ, ઇલેક્ટ્રિકલ ફીટીંગ્સ અને સાધનો માટે રૂ. 2.58 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે રૂ. 2.85 કરોડ, રૂ. વોર્ડરોબ અને એસેસરીઝ ફીટીંગ માટે 1.41 કરોડ અને રસોડાના સાધનો પાછળ રૂ. 1.1 કરોડ ખર્ચાયા છે.

આમ આદમી પાર્ટીએ બચાવ કર્યો હતો

આમ આદમી પાર્ટીએ બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ અંગે સ્પષ્ટતા આપી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે મુખ્યમંત્રી આવાસ 75-80 વર્ષ પહેલા 1942માં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ ઓડિટ બાદ તેના નવીનીકરણની ભલામણ કરી હતી. પક્ષના ધારાસભ્ય નરેશ બાલ્યાન સહિત આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ ત્યારબાદ મુખ્યમંત્રીના જૂના આવાસની છત પરથી પડતા કાટમાળના કથિત વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને દાવો કર્યો હતો કે 1942માં બનેલું ઘર જર્જરિત હાલતમાં હતું.

આ પણ વાંચો: ગાઝિયાબાદની ગૌર હોમ સોસાયટીની લિફ્ટમાં ફસાયા 9 લોકો, 15 મિનિટ સુધી બુમો પાડતા રહ્યા

આ પણ વાંચો:અનિલ પરબ સહિત ઉદ્ધવ જૂથના 5 નેતાઓ પર FIR, BMC એન્જિનિયર સાથે મારપીટ અને ધમકીનો મામલો

આ પણ વાંચો:બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચે આવેલું ઐતિહાસિક મંદિર એક તરફ ઝૂકતા હડકંપ મચ્યો

આ પણ વાંચો: PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત