Not Set/ IND vs WI 2nd Test Day2 : વેસ્ટઈન્ડિઝ બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન, વિહારીની સદી, બુમરાહે લીધી હેટ્રિક

શનિવારે જમૈકામાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે તેની પકડ મજબૂત કરી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટનાં બીજા દિવસે હનુમા વિહારી (111)ની પ્રથમ સદી અને ઇશાંત શર્મા (57) ની અડધી સદીની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં 416 રન બનાવ્યા હતા. જે પછી, જસપ્રીત બુમરાહની હેટ્રિક સાથેની શાનદાર બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર ધકેલી […]

Top Stories Sports
first test cricket match c8c79ce8 cc23 11e9 9a71 0afbe126130e IND vs WI 2nd Test Day2 : વેસ્ટઈન્ડિઝ બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન, વિહારીની સદી, બુમરાહે લીધી હેટ્રિક

શનિવારે જમૈકામાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે તેની પકડ મજબૂત કરી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટનાં બીજા દિવસે હનુમા વિહારી (111)ની પ્રથમ સદી અને ઇશાંત શર્મા (57) ની અડધી સદીની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં 416 રન બનાવ્યા હતા. જે પછી, જસપ્રીત બુમરાહની હેટ્રિક સાથેની શાનદાર બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર ધકેલી દીધા છે. દિવસની રમતનાં અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે 33 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 87 રન બનાવ્યા છે. રહકીમ કોર્નવોલ 4* અને જાહમર હેમિલ્ટન 2* ક્રિઝ પર છે.

jpg IND vs WI 2nd Test Day2 : વેસ્ટઈન્ડિઝ બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન, વિહારીની સદી, બુમરાહે લીધી હેટ્રિક

ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વેસ્ટ ઇન્ડીઝનાં ટોપ ઓર્ડરને સેટ થવા ન દીધો હતો. બુમરાહે ઓપનર જોન કેમ્પબેલ (2)ને આઉટ કરી પ્રથમ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન ટીમનાં સ્કોરબોર્ડ પર 9 રન જ બન્યા હતા. આ પછી, બુમરાહે ઇનિંગની 9 મી ઓવરમાં એક નવી સિદ્ધિ બનાવી. તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. બુમરાહે 9 મી ઓવરનાં બીજા, ત્રીજા અને ચોથા બોલ પર અનુક્રમે ડેરેન બ્રાવો (4), શામરા બ્રૂક્સ અને રોસ્ટન ચેઝને આઉટ કર્યા હતા. બુમરાહ પહેલા હરભજન સિંહ અને ઇરફાન પઠાણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી છે.

1538844433 pant ap 3 IND vs WI 2nd Test Day2 : વેસ્ટઈન્ડિઝ બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન, વિહારીની સદી, બુમરાહે લીધી હેટ્રિક

આ પછી, ઇનિંગની 13 મી ઓવરમાં, બુમરાહે ઓપનર ક્રેગ બ્રૈથવેટ (10) ને આઉટ કરી તેને પાંચમો શિકાર બનાવ્યો. બુમરાહ સતત બીજી વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 7 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. કેપ્ટન જેસન હોલ્ડર અને શિમરોન હેટ્માયર (34) એ કેરેબિયન ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શમીએ જેસન હોલ્ડરને આઉટ કરી પાર્ટનરશીપ તોડી હતી. ત્યારબાદ બુમરાહે કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડર (18) ને આઉટ કરી વેસ્ટ ઈન્ડિઝને સાતમો ઝટકો આપ્યો હતો.

Image result for india vs west indies 2nd test hanuma vihari

આ પહેલા ટીમ ઈન્ડિયાએ સબીના પાર્કમાં 264/5 નાં સ્કોર સાથે તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. દિવસની પહેલી જ ઓવરમાં કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે ભારતને મોટો ઝટકો આપ્યો હતો. તેણે બીજા દિવસનાં પહેલા જ બોલ પર રિષભ પંત (27) ને પેવેલિયન મોકલ્યો હતો. રવિન્દ્ર જાડેજા (16) પણ વિહારીને વધુ સાથ ન આપી શક્યો અને બ્રાવોને કેચ આપી પેવેલિયન પરત ફર્યો હતો. જો કે અહીથી વિહારીએ ઇશાંત શર્મા સાથે ઇનિગ્સને આગળ વધારી હતી અને ભારતને એક સારા સ્કોર તરફ લઇને ગયો હતો. આ મેચમાં વિહારીએ સદી ફટકારી તો બીજી તરફ ઇશાંત શર્માએ પણ બેટિંગ કરતા અર્ધ સદી ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.