Kutch/ રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ચાલુ વર્ષે અત્યારસુધીમા 65 હજાર મુલાકાતિઓ આવી ચુક્યા છે જેના થકી સરકારને 66 લાખ રૂપિયાની આવક થઈ છે

Top Stories Gujarat Others Trending
kautch 1 રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

સફેદ રણ ના કારણે કચ્છ જિલ્લો દેશ વિદેશમાં ખ્યાતનામ છે અને હાલમાં રણોત્સવની સીઝનમાં તો ધોરડો ખાતે પ્રવાસીઓનો મેળો જામે છે ત્યારે ચાલુ સીઝનમાં કચ્છમાં અત્યારસુધી 65 હજાર પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.

બિપિન રાવત 7 રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

કચ્છમાં 1 નવેમ્બરથી ધોરડો ખાતે રણોત્સવનો આરંભ થયો છે દિવાળી સહિતના તહેવારો અને હાલમાં ઠંડીની સિઝનમાં દુર દૂરથી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ નિહાળવા માટે આવતા હોય છે ખાસ તો અહીં માત્ર રણની ચાંદની જ નહીં પણ ઘણા બધા આકર્ષણ  છે જેના કારણે સફેદ રણ ફરવા આવતા સહેલાણીઓ પોતે વિદેશમાં ફરતા હોય તેવો અહેસાસ કરે છે.

kutch 2 રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

જેના કારણે અહીં દર વખતે મુલાકાતિઓની સંખ્યા વધારે હોય છે ભુજથી ધોરડો જતા માર્ગે રિસોર્ટ અને કચ્છી ભૂંગા,ભીરંડીયારાનો કચ્છી માવો,વાઈટ રણમાં વોચ ટાવર,ટેન્ટ સીટી,તંબુ નગરીમાં કચ્છી આર્ટ વર્ક,દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કચ્છી કલાની સાથે ભોજન અને આનંદ પીરસાતો હોવાથી અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ખાસ તો હવે પ્રી વેડિંગ શૂટ માટે પણ સફેદ રણ ફેમસ બન્યું છે

kutch રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટે જણાવ્યું કે, ગત વર્ષે કચ્છનાં સફેદ રણની 1.34 લાખ લોકોએ મુલાકાત લીધી હતી જેની તુલનાએ ચાલુ વર્ષે અત્યારસુધીમા 65 હજાર મુલાકાતિઓ આવી ચુક્યા છે જેના થકી સરકારને 66 લાખ રૂપિયાની આવક થઈ છે આ ઉપરાંત ચાલુ સીઝનમાં 18 વિદેશી પ્રવાસી પણ રણોત્સવ નિહાળવા આવ્યા હોવાનું કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે,ઓમીક્રોન વાયરસને પગલે ફલાઇટ બંધ થઈ જતા આ વખતે વિદેશી મુસાફરોની સંખ્યા ઘટી ગઈ છે

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ