Not Set/ ફાટેલું જીન્સ પહેરી રહી છે મહિલાઓ, આ કેવા સંસ્કાર? ઉત્તરાખંડના CMનું વિવાદીત નિવેદન

નેતાઓ અને વિવાદ એ એકબીજા સાથે સંકળાયેલી બાબત છે. આપણા નેતાઓ મહિલાઓના માન સન્માનની મોટી મોટી વાતો કરે છે પરંતુ વિવાદ ઉભો કરવામાં પણ પાવરધા છે, ખાસ કરીને મહિલાઓના કપડા બાબતમાં તો અવારનવાર વિવાદો ઉભા કરવામાં આવે છે. હવે આવું જ એક નિવેદન કરીને ચર્ચામાં આવ્યા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત. અચાનક મુખ્યમંત્રી બનીને […]

Top Stories India
tirath singh pti ફાટેલું જીન્સ પહેરી રહી છે મહિલાઓ, આ કેવા સંસ્કાર? ઉત્તરાખંડના CMનું વિવાદીત નિવેદન

નેતાઓ અને વિવાદ એ એકબીજા સાથે સંકળાયેલી બાબત છે. આપણા નેતાઓ મહિલાઓના માન સન્માનની મોટી મોટી વાતો કરે છે પરંતુ વિવાદ ઉભો કરવામાં પણ પાવરધા છે, ખાસ કરીને મહિલાઓના કપડા બાબતમાં તો અવારનવાર વિવાદો ઉભા કરવામાં આવે છે. હવે આવું જ એક નિવેદન કરીને ચર્ચામાં આવ્યા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત. અચાનક મુખ્યમંત્રી બનીને ચર્ચામાં આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરીને ફરે છે, શું આ બધું યોગ્ય છે…આ કેવા સંસ્કાર છે

તીરથસિંહ રાવત બાળ અધિકાર સંરક્ષણ આયોગની એક કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે બાળકોમાં કેવા સંસ્કાર આવે છે, આ અભિભાવકો પર નિર્ભર કરે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક કિસ્સો સંભળાવ્યો, તેમણે કહ્યું, ‘તેઓ જ્યારે એકવાર વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક મહિલા પોતાના બે બાળકોની સાથે બિલકુલ પાસે બેઠી હતી, તે ફાટેલુ જીન્સ પહેરીને બેઠી હતી. મેં તેમને પૂછ્યું કે બહેનજી ક્યાં જવું છે તો મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી જવાનું છે, તેમના પતિ જેએનયુમાં પ્રોફેસર છે અને તે પોતે એનજીઓ ચલાવે છે.’

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે મેં વિચાર્યું કે જે મહિલા પોતે એનજીઓ ચલાવતી હોય અને ફાટેલું જીન્સ પહેરતી હોય તે સમાજમાં શું સંસ્કૃતિ ફેલાવતી હશે. જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે આવું નહોતું થતું.

પશ્ચિમનું અનુકરણ કરે છે યુવાનો

રાવતે કહ્યું કે યુવાનો નાશાના બંધાણી બની રહ્યા છે. આ વિકૃતિથી તેમને બચાવવા માટે તેમનામાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય છે. સાથે જ પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત ન થવું જોઇએ. તેમણે કહ્યું કે સંસ્કારિત બાળકો ક્યારેય નિષ્ફળ નથી થતા.