Not Set/ નેસ્લે કંપનીએ સ્વીકાર્યું : મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી

. થોડી જ મિનિટોમાં બની જતી ચટપટી મેગી નાના બાળકોથી લઈ યુવાનોને પણ ખૂબ પ્રિય હોય છે. પરંતુ આ મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે તેવું ખુદ નેસ્લે કંપનીએ સ્વીકાર્યું છે.

Top Stories India
modi ji 1 નેસ્લે કંપનીએ સ્વીકાર્યું : મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી

દેશભરમાં લોકો જેનો સ્વાદ મનભરીને માણે છે તેવી લોકપ્રિય બનેલી મેગી ફુડ ડીશની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. થોડી જ મિનિટોમાં બની જતી ચટપટી મેગી નાના બાળકોથી લઈ યુવાનોને પણ ખૂબ પ્રિય હોય છે. પરંતુ આ મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે તેવું ખુદ નેસ્લે કંપનીએ સ્વીકાર્યું છે.

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ના દાવા સાથે માર્કેટમાં મળતી મેગી તમે પણ ખાતા જ હશો? બાળકોને ભૂખ લાગે ત્યારે પણ આ બે મિનિટમાં બનતી મેગી તમે બનાવી આપતા હશો? જો આ તમામ સવાલનો જવાબ હા છે તો આજથી જ મેગી ખાવાની બંધ કરી દેવી જોઇએ.  કારણ કે હવે નેસ્લે પોતે પણ એવું માને છે કે વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયો સામે 30 ટકા પ્રોડેક્ટ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે.  મહત્વનું છે કે મેગી સહિત નેસ્લેની 60 ટકા ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિક્સ આરોગ્યપ્રદ નથી.

નેસ્લે કંપનીનાં કેટલીક પ્રોડેક્ટ એવી પણ છે જે પહેલેથી જ આરોગ્યપ્રદ નથી અને એમાં સુધારા પછી પણ એ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં જ રહી છે.  મેગી તમે માનો છો, એટલી હેલ્ધી નથી. ભરપૂરમાત્રામાં મીઠું અને ફેટના કારણે તે આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે છે. અન્ય એક અહેવાલ પ્રમાણે મેગીમાં વેક્સ એટલે કે મીણનો ઉપયોગ કરાય છે. આવું વેક્સ પેટમાં ગયા બાદ 3થી 4 દિવસ બાદ શરીરમાંથી દૂર થાય છે.  જો કે આ અહેવાલોની પુષ્ટી થઈ નથી. ભારતીય પોર્ટફોલિયોમાં કેટલા ટકા ઉત્પાદનો આરોગ્યપ્રદ અને બિન આરોગ્યપ્રદની શ્રેણીમાં આવે છે. તેમ છતાં જવાબદાર કંપની તરીકે તેઓ પોતાના ગ્રાહકોને પારદર્શક રીતે વિવિધ માહિતીથી અવગત કરાવતા રહેશે.