Not Set/ કુલભૂષણ જાધવ અને ડેપ્યુટી કમિશનરની વચ્ચે મુલાકાતનો સમય પૂર્ણ, અઢી કલાક થઇ વાતચીત

કુલભૂષણ જાધવ સાથે અજાણી જગ્યાએ ગૌરવ આહલુવાલિયાની મુલાકાત પૂરી થઈ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે અઢી કલાક વાતચીત થઈ હતી. સાથે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયની ઓફિસમાં બંને લોકો વચ્ચે મુલાકાત થઇ હતી. ગૌરવ આહલુવાલિયા અને તેમના પાકિસ્તાની સમકક્ષ મોહમ્મદ ફૈઝલ વચ્ચે અગાઉ વાતચીત […]

Top Stories World
055fe3c2827b4dce7c209876db3935d5 1 કુલભૂષણ જાધવ અને ડેપ્યુટી કમિશનરની વચ્ચે મુલાકાતનો સમય પૂર્ણ, અઢી કલાક થઇ વાતચીત

કુલભૂષણ જાધવ સાથે અજાણી જગ્યાએ ગૌરવ આહલુવાલિયાની મુલાકાત પૂરી થઈ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે અઢી કલાક વાતચીત થઈ હતી. સાથે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયની ઓફિસમાં બંને લોકો વચ્ચે મુલાકાત થઇ હતી. ગૌરવ આહલુવાલિયા અને તેમના પાકિસ્તાની સમકક્ષ મોહમ્મદ ફૈઝલ વચ્ચે અગાઉ વાતચીત થઈ હતી. જણાવી દઇએ કે પાકિસ્તાને બિનશરતી ભારતને કાઉન્સલર એક્સેસને મંજૂરી આપી છે.

વિદેશ મંત્રાલયે રવિવારે હતુ કહ્યું કે, પાકિસ્તાન સોમવારે કુલભૂષણ જાધવને કાઉન્સલર એક્સેસ આપી શકે છે. પાક વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, વિયેના સંધિ, આઈસીજેનાં નિર્ણયો અને પાકિસ્તાનનાં કાયદા હેઠળ કાઉન્સલર પ્રવેશ અંગે ગંભીર વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કુલભૂષણ જાધવ જાસૂસી, આતંકવાદ અને તોડફોડનાં મામલામાં પાકિસ્તાની કસ્ટડીમાં છે અને પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેને ફાંસીની સજા સંભળાવી હતી. ભારતીય પક્ષે પાકિસ્તાનનાં નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરી હતી. આઇસીજેમાં સુનાવણીમાં ભારતે જીત મેળવી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કુલભૂષણ જાધવને સામાન્ય ન્યાયિક સુવિધાઓ મળવી જોઈએ અને તેમા પાકિસ્તાન ના પાડી શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.