Lovejihad/ અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં લવજેહાદની ત્રણ ઘટના નોંધાઈ

ગુજરાતમાં અમદાવાદ લવજેહાદનું સેન્ટર બની ગયું લાગે છે. છેલ્લા બે મહિનામાં અમદાવાદમાં લવજેહાદની ત્રણ ઘટના નોંધાઈ છે. છેલ્લી ઘટનામાં અમદાવાદમાં બાપુનગરની યુવતી લવજેહાદનો ભોગ બની છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 7 13 અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં લવજેહાદની ત્રણ ઘટના નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ લવજેહાદનું સેન્ટર બની Ahmedabad-Lovejihad ગયું લાગે છે. છેલ્લા બે મહિનામાં અમદાવાદમાં લવજેહાદની ત્રણ ઘટના નોંધાઈ છે. છેલ્લી ઘટનામાં અમદાવાદમાં બાપુનગરની યુવતી લવજેહાદનો ભોગ બની છે. જ્યારે અન્ય બે ઘટના ઇસનપુરમાં બની હતી. આ ઘટનાને લઈને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) મેદાનમાં ઉતર્યુ છે અને યુવતીના માતાપિતા તથા વીએચપીએ પોલીસ પર તપાસમાં વિલંબનો આરોપ મૂક્યો છે.

અમદાવાદમાં બાપુનગરની યુવતી લવજેહાદનો ભોગ બની તે કિસ્સામાં તેને વિધર્મી યુવાન ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના પગલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ભેગા થયા હતા. સ્થાનિક લોકોના Ahmedabad-Lovejihad ટોળાએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા છે. યુવતીના માતાપિતાએ આ અંગે પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ ઘટનાના કારણે પોલીસ સામે લોકોમાં જબરજસ્ત આક્રોશ છે.

જનઆક્રોશની સ્થિતિને ધ્યાનમાં રાખતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. લોકોના આક્રોશના લીધે સ્થિતિ વધુ વણસે નહી તેને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યારથી જ તકેદારીના પગલાં લેવા માંડી છે.

હજી ગયા મહિને જ અમદાવાદની અંદર લવજિહાદની બે ઘટના બની હતી. તેમા ઇલિયાસ નામના વિધર્મી યુવકે હિંદુ નામની ઓળખ આપીને 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેના પછી તેની સાથે Ahmedabad-Lovejihad અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિત અનેક કલમો લગાડીને તેની ધરપકડ કરી હતી.

મણિનગરમાં હાલમાં સીએનો અભ્યાસ કરતી યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેની સાથે તાઝિમ નામનો વિધર્મી યુવક ભણતો હતો. તાઝિમ સ્કૂલમાં પણ યુવતીને અનેક વખત હેરાન કરતો હતો. તેના લીધે યુવતીએ અનેક વખત સ્કૂલમાં ફરિયાદ કરી હતી. તેના લીધે સ્કૂલે યુવકની હકાલપટ્ટી કરી હતી. પણ ભણવાનું છૂટી જતાં યુવક વધુ બેફામ બન્યો હતો અને તેણે યુવતીને ધાકધમકી Ahmedabad-Lovejihad આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને માર માર્યો હતો અને તેના માતાપિતાને પણ માર્યા હતા. આના પગલે સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને યુવકને ઢોર માર માર્યો હતો.તેના પછી ઇસનપુરના જ અન્ય એક કેસમાં વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ કરીને તેની મારપીટ કરી હતી. પોલીસે આ અંગે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચોઃ સુરત/સુરતના ગૌપ્રેમી પરિવારે કરાયું વાછરડાને ગૃહપ્રવેશ…

આ પણ વાંચોઃ Gujcomasol/દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

આ પણ વાંચોઃ સુરત/ખોટા ડાયમંડ રસ્તા પર ફેકી લોકોને ગેરમાર્ગે દોરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માગણી