ઓઈલ કંપનીઓએ સતત બીજા મહીને એલપીજી સીલીન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સબસીડી વગરના સીલીન્ડર 55 રૂપિયા મોંઘા થયા છે. નવી કિંમતો 1 જુલાઈથી આખા દેશમાં લાગુ થઇ જશે.
આ વધારો આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાથી અને રૂપિયાની કિંમતમાં ઘટાડાને કારણે થઇ છે. દિલ્હીમાં સબસીડી વાળા સીલીન્ડર 496.26 રૂપિયામાં મળશે. મુંબઈમાં 494.10 રૂપિયા, કોલકાતામાં 499.48 રૂપિયા અને ચેન્નાઈમાં 484.67 રૂપિયામાં મળશે. ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે વીતેલા મહિનાના સરેરાશ બેંચમાર્ક કિંમત અને વિદેશી મુદ્રા કિંમતના આધાર પર એલપીજી કિંમતોની સમીક્ષા કરે છે.
સબસીડી વગરના સીલીન્ડર માટે દિલ્હીમાં લોકોને 754 રૂપિયા ચુકવવા પડશે. મુંબઈમાં 728.50 રૂપિયા, કોલકાતામાં 781.50 રૂપિયા અને ચેન્નાઈમાં 770.50 રૂપિયા ચુકવવા પડશે. 1 જુને ઓઈલ કંપનીઓએ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા સીલીન્ડર 77 રૂપિયા મોંઘો કર્યો હતો. જે બાદ સીલીન્ડરની કિંમત 1244 રૂપિયા 50 પૈસા થઇ ગઈ હતી. 1 જુલાઈથી દિલ્હીમાં કિંમત 1328 થઇ ગઈ છે.
1 મેના રોજ ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શીયલ સીલીન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો હતો. ત્યારે દિલ્હીમાં 19 કિલો વાળા સીલીન્ડર 1167.50 રૂપિયા, કોલકાતામાં 1212 રૂપિયા, મુંબઈમાં 1119 રૂપિયા અને ચેન્નાઈમાં 1256 રૂપિયા હતા. જયારે 1 એપ્રિલે દિલ્હીમાં સીલીન્ડરના ભાવ 1176.50 રૂપિયા, કોલકાતામાં 1220.50 રૂપિયા અને મુંબઈમાં 1128 રૂપિયા અને ચેન્નાઈમાં 1264.50 રૂપિયા હતા.