Not Set/ મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં આજે પણ સંક્રમણમાં વધારો, 15 મે સુધી લોકડાઉન યથાવત

મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન 15 મે સુધી યથાવત રહેશે. રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને આ વિશે માહિતી આપી છે.

Top Stories India
123 174 મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં આજે પણ સંક્રમણમાં વધારો, 15 મે સુધી લોકડાઉન યથાવત

મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન 15 મે સુધી યથાવત રહેશે. રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને આ વિશે માહિતી આપી છે.

વિશ્વભરમાંથી મળી રહી છે મદદ / ભારતની મદદ માટે આગળ આવ્યું સિંગાપોર, 256 ઓક્સિજન સિલિન્ડર લઈને રવાના થયા એરફોર્સ સી -130 વિમાન

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આ સંદર્ભે તમામ તૈયારીઓ કરી લીધી છે. બુધવારે મહારાષ્ટ્રનાં મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેત્તીવારે જણાવ્યું હતું કે, મુંબઈમાં નવા કોવિડ કેસની ગતિ અટકી ગઈ છે, પરંતુ રાજ્યનાં અન્ય ભાગોમાં હજી પણ સંક્રમણની ગતિ ઝડપી છે. આપને જણાવી દઈએ કે, મુંબઇ સિવાય નાગપુર, પુણે, થાણે અને ઔરંગાબાદમાં સતત નવા કેસ વધી રહ્યા છે.

કોરોના 2.0: રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મીડિયાને જણાવ્યું કે, રાજ્યમાં 18 થી 44 વર્ષની વયનાં તમામ લોકોને કોરોનાની રસી નિ:શુલ્ક આપવામાં આવશે. વળી તેમણે મહારાષ્ટ્રનાં યુવાનોને સંયમ બતાવવાની અને મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વચ્ચે લોકોને કોવિડ એપ પર નોંધણી કરાવીને અને અપોઇન્ટમેન્ટ લઇને જ વેક્સિન સેન્ટર પહોંચવા જણાવ્યુ છે. મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષનાં લોકોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. 1 મે થી મહારાષ્ટ્રમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. યુવાનો સીધા વેક્સિનેશન કેન્દ્રોમાં જઈને રસી લગાવી શકશે નહીં. તેમણે કહ્યું કે, સમિતિની રચના કરીને, તેઓ 18+ લોકોનાં રસીકરણ અંગે માઇક્રો પ્લાનિંગ કરશે. સરકાર આ પર 7500 કરોડ ખર્ચ કરશે.

દર્દીઓને રાહત / હવે અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા 108 માં જવાની જરૂર નથી

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,60,960 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 3293 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે અને અત્યાર સુધી 2,01,187 લોકો આ જીવલેણ વાયરસનો શિકાર બન્યા છે. હાલમાં ભારતમાં કોરોનાનાં 29,78,709 સક્રિય દર્દીઓ છે અને સારવાર બાદ 1,48,17,371 દર્દીઓ ઠીક થયા છે.

Untitled 45 મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં આજે પણ સંક્રમણમાં વધારો, 15 મે સુધી લોકડાઉન યથાવત