દિલ્હીના/ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાતે

ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની માંગણી કરે છે

Top Stories Gujarat
12 6 નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાતે

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે.  ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની માંગણી કરે છે ત્યારે સત્તાના ઘમંડમાં આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યું છે કે “જેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેણે ગુજરાત છોડીને દિલ્હી જતું રહેવું જોઈએ”. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શુક્રવારે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણ પ્રધાનના અહંકારી નિવેદનની નિંદા કરતા આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે જો ગુજરાતના શિક્ષણ મંત્રીમાં આટલો બધો અહંકાર હોય તો હું સોમવારે ગુજરાત જઈને જોઈશ કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતની શાળાઓને ઠીક કરવા માટે કોઈ કામ કર્યું છે કે માત્ર વાતો જ છે.

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે 27 વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ અને શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે ન તો કંઈ કર્યું છે અને કરશે પણ નહીં. જેમને સારું શિક્ષણ જોઈએ છે તેમણે ગુજરાત છોડીને બીજે ક્યાંક જવું જોઈએ. નોંધનીય છે કે મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનને શરમજનક ગણાવીને ટ્વીટ કરીને તેની નિંદા કરી હતી, જેના પર લગભગ 4 લાખ લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિશે કોઈ માહિતી નથી.

સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન કરતાં કહ્યું કે તેઓ ગુજરાતની શાળા-કોલેજો ક્યારે ઠીક નહીં કરે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને સત્તાના ઘમંડમાં કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય તે ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દ્રષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે?