Not Set/ પૂર્વ MLA છબીલ પટેલના પુત્રને ધમકી આપી એક કરોડની માંગી ખંડણી

અમદાવાદ: ભાજપના નેતા અને પૂર્વ MLA છબીલ પટેલના પુત્રને અજાણ્યા શખ્સો દ્વારા ધમકી આપીને રૂપિયા એક કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. ભાજપના નેતા અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય (MLA) છબીલ પટેલના પુત્ર દ્વારા અડાલજ પોલીસ મથકમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયું […]

Top Stories Gujarat Trending Politics
Former MLA Chhabil Patel's son threatens for Rs 1 crore ransom

અમદાવાદ: ભાજપના નેતા અને પૂર્વ MLA છબીલ પટેલના પુત્રને અજાણ્યા શખ્સો દ્વારા ધમકી આપીને રૂપિયા એક કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે.

ભાજપના નેતા અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય (MLA) છબીલ પટેલના પુત્ર દ્વારા અડાલજ પોલીસ મથકમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જણાવાયું છે કે, બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, જો ફોટાઓ વાયરલ ન કરવા હોય તો એક કરોડ રૂપિયાની રકમ અમને પહોંચાડી દેજે, અન્યથા ફોટો વાયરલ કરી દેવામાં આવશે.

આ મામલે અડાલજ પોલીસે છબીલ પટેલના પુત્રની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ ધારાસભ્યના પુત્રની પાસેથી કોણે ખંડણી માંગી, શા માટે માંગી, ક્યાં ફોટાઓ વાયરલ ન કરવાની ધમકી આપવામાં આવી છે, આ ફોટાઓ કોના છે, કોની સાથેના છે? તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ આ અગાઉ પણ બે વખત વિવાદમાં આવી ચૂક્યા છે. કચ્છના જ પૂર્વ ધારાસભ્ય સામે થયેલા દુષ્કર્મના કેસમાં છબીલ પટેલ સામે આક્ષેપો થયા હતા. તેમજ નડિયાદની વિધવા સાથે દુષ્કર્મ કરવાનો મામલો બહાર આવ્યો હતો.

આ ઉપરાંત થોડા સમય પૂર્વે જામનગરની યુવતીએ પણ દુષ્કર્મ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ છબીલ પટેલ સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.