Malaysia/ મલેશિયામાં બની દુર્ઘટના, નેવીના બે હેલિકોપ્ટર અથડાતા 10 લોકોના થયા મોત

મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાતા દુર્ઘટના બનવા પામી.

Top Stories World Breaking News
Beginners guide to 2024 04 23T102254.593 મલેશિયામાં બની દુર્ઘટના, નેવીના બે હેલિકોપ્ટર અથડાતા 10 લોકોના થયા મોત

મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.

નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું.

નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી. ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાઝાની હોસ્પિટલમાંથી 300 મૃતદેહોની કબર મળી આવતાં ખળભળાટ, ઈઝરાયેલે વિનાશ વેર્યો હતો

આ પણ વાંચો:ઈઝરાયેલના હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત, ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યુ

આ પણ વાંચો:અમેરિકામાં આ કેવા પ્રકારની પાર્ટી , કેટલીક જગ્યાએ ધક્કામુક્કી તો કેટલીક જગ્યાએ લોકો કાર પર દોડી આવ્યા, અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત અને 18 ઘાયલ થયા