Not Set/ અમૃતસર: રાવણ દહનમાં ટ્રેન નીચે અનેક કપાઇ ગયા,50થી વધુના મોતની આશંકા

પંજાબમાં અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પઠાનકોટથી અમૃતસરની તરફ આવી રહેલી એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જેમાં 50 થી વધારે લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું તે સમયે બાજુમાં આવેલાં રેલ્વે […]

Top Stories India
amritsar accident અમૃતસર: રાવણ દહનમાં ટ્રેન નીચે અનેક કપાઇ ગયા,50થી વધુના મોતની આશંકા

પંજાબમાં અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પઠાનકોટથી અમૃતસરની તરફ આવી રહેલી એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જેમાં 50 થી વધારે લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું તે સમયે બાજુમાં આવેલાં રેલ્વે ટ્રેક પર ઉભા રહી લોકો પૂતળાં દહનનો કાર્યક્રમ જોતા હતા અને કેટલાંક લોકો મોબાઈલ દ્વારા વીડિઓ ઉતારતાં હતા ત્યારે આ હાદસો બન્યો હતો.રેલવેના પાટા પર ઉભા રહી રાવણ દહન જોતા અનેક લોકો પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન નીચે કપાઈ ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ચૌડા બજાર નજીક જોડા ફાટક પાસે બની છે, આ દુર્ઘટના તે સમયે બની હતી કે, જયારે ટ્રેનના ટ્રેકની બાજુમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. જેને જોવા માટે લોકો એકઠાં થયા હતા.”

આ દુર્ઘટના પછી પંજાબના ચીફ મિનિસ્ટર કેપ્ટન અમરિન્દરસિંહે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા.ચીફ મિનિસ્ટરે મૃતકોને 5 લાખના વળતરની જાહેરાત કરી હતી,જ્યારે ઇજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી હતી.