Not Set/ મોરબીમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારનો લોકોએ લીધો ઉધડો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. 3 નવેમ્બરનાં રોજ જેને લઇને પ્રચાર પડઘમ વાગી રહ્યા છે.

Top Stories Gujarat
ipl2020 90 મોરબીમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારનો લોકોએ લીધો ઉધડો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. 3 નવેમ્બરનાં રોજ જેને લઇને પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મોરબી માળિયા પેટા ચૂંટણી મામલે એક અલગ જ પ્રકારની ઘટના સામે આવી રહી છે. જ્યા ભાજપ ઉમેદવારનો લોકોએ ઉધડો લીધો હોવાનુ સામે આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, બ્રિજેશ મેરજાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા જનતા કહી રહી છે કે તેઓ ફોન ઉપાડતા જ નથી. પ્રચાર કરવા ગયેલા બ્રિજેશ મેરજા જ્યારે જનતા વચ્ચે પહોંચ્યા ત્યારે લોકો દ્વારા આ પ્રતિક્રિયા મળી હોવાનુ વીડિયોમાં સ્પષ્ટપણે સંભળાઇ રહ્યુ છે. જો કે આ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટી કરતુ નથી. 

મંતવ્ય ન્યૂઝ સાથે પોતાની વાતને રજૂ કરતા બ્રિજેશ મેરજાએ આ સમગ્ર મામલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે. વીડિયો વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, તે કોંગ્રેસ પ્રેરિત એક નાટક હતુ, કોંગ્રેસનાં કાર્યકરો હવાતીયા મારે છે. કોંગ્રેસ મોરબીમાં ચૂંટણી હારી રહી છે. તેઓ હવાતીયા મારીને ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. આ વિસ્તારમાં નાના-મોટા પ્રશ્નો ભાજપ જ હલ કરવાની છે. આ માત્ર કોંગ્રેસ પ્રેરિત હવાતિયા મારતો એક વ્યક્તિનું ઉશ્કેરાયેલુ માનસિક સંતુલન ગુમાવતી રજૂઆત હતી, જેમા કોઇ તથ્ય નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે બ્રિજેશ મેરજાએ કહ્યુ કે, આ વીડિયા કોંગ્રેસ પ્રેરિત છે, તેનાથી લોકોએ ગુમરાહ થવાની જરૂર નથી.