Rapar-Accident/ કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત

કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ બાઇક અથડાતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચને ઇજા થઈ હતી. પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Gujarat Others
Beginners guide to 2024 04 23T102445.707 કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત

રાપરઃ કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ બાઇક અથડાતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચને ઇજા થઈ હતી. પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમ રાગડ વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો છે. આ માર્ગ અકસ્માતમાં કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનું મોત થયું હતું. સોમાણી વાંઢના વતની રાજુભાઈ બચુભાઈ સોમાણી નામના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેના પાંચ દિવસ બાદ જ લગ્ન થવાના હતા.

આ ઘટનાની વિગતો મુજબ સોમવારે સવારે દસથી 11 વાગ્યાની વચ્ચે રાપર તાલુકાના વલ્લભાપર ગામથી અડધો કિલોમીટર દૂર બે બાઇકો અથડાયા હતા. તે જ સમયે ત્રીજી બાઇક પણ અથડાઈ હતી. આ બાઇક અકસ્માતના પગલે અવાજ પીડિતોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષના બાળક સહિત પાંચને ઇજા થઈ છે.

રાપરનો 19 વર્ષનો રાજુ સોમાણી પિતરાઈ ભાઈને લગ્નનું પ્રમાણપત્ર આપવા જઈ રહ્યો હતો ત્યારે ગંભીર ઇજાઓના લીધે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે 32 વર્ષીય પિતરાઈ ભાઈ રામજી બાબુ સોમાણીને માથામાં ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે પાટણ લઈ જવાયા છે. મૃતક રાજુભાઈ સોમાણીના 28મીએ લગ્ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ