સુરત/ કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સને લીલી ઝંડી,મંત્રી મુકેશ પટેલ રહ્યા હાજર

સુરત શહેરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વન મંત્રી મુકેશ પટેલની હાજરીમાં વનભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
મુકેશ પટેલ

ઉત્તરાયણમાં પક્ષીઓના રેસક્યુની કામગીરી માટે સુરતમાં વનભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા  કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું. તો એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ઉપરાંત શિડયુલ બર્ડ કલેક્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એટલે ઉત્તરાયણમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરવા માટે સામાજિક સંસ્થાઓ સાથે પણ વન વિભાગે સંકલન કર્યું.

સુરત શહેરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વન મંત્રી મુકેશ પટેલ ની હાજરીમાં વનભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન મંત્રી મુકેશ પટેલના હસ્તે કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કરુણા એપ્લિકેશનના માધ્યમથી ઉતરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત ગથતા પક્ષીઓનું લોકેશન જાણી શકાશે, આ ઉપરાંત કેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી, કેટલા કોલ આવ્યા કેટલા પક્ષી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને કેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા તેને દિવસે દિવસની માહિતી મળી રહેશે.

શહેની જીવદયા સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો ઉતરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સને પણ લીલી જંડી વન મંત્રી મુકેશ પટેલના હસ્તે આપવામાં આવી હતી. આ ઉપરાંત વન વિભાગ દ્વારા બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તો શિડયુલ બર્ડ કલેક્શન સેન્ટરનું ઉદ્ઘાટન પણ મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉતરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે અને પક્ષીઓને રેસ્ક્યુ કરવા બાબતે સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:હળવદના ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

આ પણ વાંચો:પોલીસ કર્મીનો દીકરો વ્યાજના ચક્રમાં ફસાયો, આરોપીએ કરી આટલા લાખની વ્યાજની વસુલાત

આ પણ વાંચો:મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક પડયો કૂવામાં, ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ