Rajkot/ નામચીન બુકી રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

ક્રિકેટ સટ્ટા અને હવાલા નેટવર્કના માફિયા અને વિદેશમાં બેસીને ગુજરાતમાં નેટવર્ક ચલાવતા એવા  રાજકોટના રાકેશ રાજદેવ અને તેના સાગરિતો વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોધવામાં આવી છે.

Gujarat Rajkot
jay shankar 4 નામચીન બુકી રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
  • રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે ફરિયાદ
  • કેમિકલના વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી ફરિયાદ
  • સોના-ચાંદીના ટ્રેડિંગના નામે 3.55 કરોડની ઠગાઈ
  • પૉર્સ કારના TTO ફોર્મ ઉપર સહી કરાવી ધમકી આપી
  • છ આરોપી પૈકી પાંચ શખ્સો રાજકોટના રહેવાસી

ક્રિકેટ સટ્ટા અને હવાલા નેટવર્કના માફિયા અને વિદેશમાં બેસીને ગુજરાત સહીત દેશભરમાં માં નેટવર્ક ચલાવતા એવા  રાજકોટના રાકેશ રાજદેવ અને તેના સાગરિતો વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોધવામાં આવી છે. રાકેશ રાજદેવ અને તેના સાગરિતો દ્વારા અમદાવાદના કેમિકલના વેપારી સાથે સોના-ચાંદીના ટ્રેડિંગના નામે 3.55 કરોડની ઠગાઈ અને પોર્શ ગાડી પડાવી લેવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે. રાકેશ રાજદેવ સહિત 6 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Panjab / કૃષિ કાયદા અંગેના આંદોલનથી પંજાબ જતી ટ્રેનોને રદ કરાઈ, કિસાન…

પ્રાપ્ત વિગતો અનુસાર મીઠાખળી પ્રવિણકુંજ સોસાયટીમાં રહેતા અને કોમેટ એન્ટરપ્રાઈઝ નામે કેમિકલનું ટ્રેડિંગ કરતા શૈવલ પરીખ ત્રણ વર્ષ અગાઉ દુબઇ ફરવા ગયા હતા ત્યારે રાકેશ રાજદેવ સાથે પરિચયમાં આવ્યા હતા. ત્યારે રાકેશે પોતે સિલ્વર અને ગોલ્ડનું ટ્રેડિંગ કરતા હોવાનું કહી શૈવલને ગોલ્ડમાં સસ્તામાં ટ્રેડિંગ કરાવી આપવાનું કહ્યું હતું. અમદાવાદના મિત જેઠવા પાસે રાકેશે ઓળખાણ કરાવી હતી. જેને કહ્યું હતું કે, રાકેશ સસ્તામાં ગોલ્ડ ટ્રેડિગ કરાવી આપશે, ભરોસો રાખો કોઈ છેતરપિંડી નહિ થાય તેમ કહેતો હતો.

POSITIVE / PM મોદીએ કહ્યું – કોરોના રસી દેશના દરેક નાગરિકને મળશે,…

શૈવલે સાડા ત્રણ કરોડની રકમનું ગોલ્ડ ખરીદવ ઈચ્છા દર્શાવી હતી. આથી જાન્યુઆરી માસમાં અલગ અલગ કુલ રૂ. 3.55 કરોડના RTGS રાકેશ રાજદેવની કંપનીના એકાઉન્ટમાં નાખ્યા હતા. ત્રણેક દિવસ બાદ ગોલ્ડની ડિલિવરી માંગતા મિતુલે થોડા દિવસો લાગશે કહ્યું હતું.  ઘણાં દિવસો બાદ પણ  ગોલ્ડ ન મળતા મિતુલે ગોલ્ડ ભૂલી જજો કહી ધમકી આપી હતી. બાદમાં રાકેશે પોતે આ નિકાલ કરાવશે કહ્યું હતું. FRIમાં મિતુલ જેઠવા, વિજય તંતી, ફારૂક દલવાણી, અભિષેક અઢિયા અને રાજકોટના મુન્ના નામના શખ્સનું પણ નામ છે. વધુમાં જયપુરના સટ્ટાકાંડમાં પણ રાકેશ રાજદેવનું નામ ચમક્યું હતું. વિદેશમાં બેઠા-બેઠા રાકેશ રાજદેવ સત્તા નો કારોબાર ચલાવી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ છે.

VIVAD: સાઉદી અરેબિયાએ નકશામાં જમ્મુ-કાશ્મીરને અલગ ભાગ બતાવ્યો, તો ભ…

જા રાકેશ રાજદેવ માથાભારે માણસ છે કહી ધમકાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં પણ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે સાથે આવેલા ફારૂક અને અભિષેક ગાડીમાં બેસી જતા રહ્યા હતા. પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.