Rajkot/ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ચૂંટણીમાં વિવાદ, રૂપાણી V/S પાટીલ જૂથ સામસામે

3 વર્ષ પૂર્વે 2019માં ચૂંટણી સમયે ઈશ્વરિયા મંદિર ખાતે રિવોલ્વર દેખાડી હોવાનું અને કે.સી. વ્યાસ જૂથ સામે IPC કલમ 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને આ વર્ષે પણ ચૂંટણીમાં ગેરબંધારણીય રીતે ચૂંટણી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે.

Gujarat Rajkot
Untitled 69 2 સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ચૂંટણીમાં વિવાદ, રૂપાણી V/S પાટીલ જૂથ સામસામે

બ્રહ્મ સમાજની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર કશ્યપ ભટ્ટે બહિષ્કાર કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાને છે. ત્યારે ચૂંટણીમાં રાજકીય રૂપ આપવામાં આવતો હોવાનો અને ગેરબંધારણીય ચૂંટણી થતી હોવાના આક્ષેપ ઉમેદવાર કશ્યપ ભટ્ટે કર્યો છે.

આ સાથે 3 પૈકી બાકીના 2 ઉમેદવારોમાં એક સી.આર.પાટીલ જૂથના અને બીજા સુપર સીએમ તરીકે જાણીતા નીતિન ભારદ્વાજનું જૂથ હોવાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પૂર્વે 2019માં ચૂંટણી સમયે ઈશ્વરિયા મંદિર ખાતે રિવોલ્વર દેખાડી હોવાનું અને કે.સી. વ્યાસ જૂથ સામે IPC કલમ 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પણ આ ચૂંટણી વિવાદિત બની હતી અને આ વર્ષે પણ ચૂંટણીમાં ગેરબંધારણીય રીતે ચૂંટણી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે.

  • સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ચૂંટણીમાં વિવાદ,
  • પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • પંકજ રાવલ, મોહનીશ જોશી, કશ્યપ ભટ્ટ ઉમેદવાર
  • વિજય રૂપાણી-C.R. પાટીલ જૂથ સામસામે
  • એક જૂથ દ્વારા ચૂંટણી બહિષ્કારની માગણી

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની આજે ચૂંટણી યોજાઇ છે. જેમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાને છે અને તેમાં પણ ક્યાંક રાજકીય રૂપ આપવામાં આવતો હોવાનો અને ગેરબંધારણીય ચૂંટણી થતી હોવાના આક્ષેપ સાથે પ્રમુખ પદના ઉમેદવાર કશ્યપ ભટ્ટ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ સાથે 3 પૈકી બાકીના 2 ઉમેદવારોમાં એક સી.આર. પાટીલ જૂથના અને બીજા સુપર સીએમ તરીકે જાણીતા નીતિન ભારદ્વાજનું જૂથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના રાજકોટ જિલ્લા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. જેમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શહેરના ટાગોર રોડ પર આવેલી નાગર બોર્ડિંગ ખાતે પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી નિરીક્ષકની હાજરીમાં મતદાન શરૂ થયું હતું.

  • 2019માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ
  • સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મ સમાજમાં કુલ 1700 મતદારો
  • કશ્યપ ભટ્ટએ ચૂંટણી અધિકારી ઉપર કર્યો આક્ષેપ
  • એક જૂથ ચૂંટણી સ્થગિત કરવાની કરી રહી છે માંગ
  • ત્યારે બીજો જૂથ ચૂંટણી યથાવત કરવા કરી રહી છે માં

આ ચૂંટણીમાં કુલ 1700 જેટલા મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારો કશ્યપ ભટ્ટ, પંકજ રાવલ અને મોનિશ જોશી મેદાને છે. પરંતુ ઉમેદવાર કશ્યપ ભટ્ટે ચૂંટણી બહિષ્કાર કરી ચૂંટણી ગેર બંધારણ રીતે થતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કશ્યપ ભટ્ટે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે ચૂંટણી યોજાઇ છે અને સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જોકે આ સમાજની ચૂંટણીમાં રાજકારણે પ્રવેશ કર્યો છે અને ભાજપના બે જૂથ જોડાઇ ગેરબંધારણીય રીતે ચૂંટણી યોજી છે. કેટલાક મતદારોના નામ પણ કમી થઇ ગયા છે. બીજી તરફ સામે પક્ષે ઉમેદવાર પંકજ રાવલે મંતવ્ય ન્યૂઝ ને જણાવ્યું હતું કે, સમાજનું અમને સમર્થન છે માટે વિરોધીઓ આક્ષેપ કરી રહ્યા છે. સમાજની ચૂંટણી છે, આમાં કોઈ રાજકારણ કે રાજકીય પક્ષો જોડાયા નથી.

ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પૂર્વે 2019માં ચૂંટણી સમયે ઈશ્વરિયા મંદિર ખાતે રિવોલ્વર દેખાડી હોવાનું અને કે.સી. વ્યાસ જૂથ સામે IPC કલમ 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પણ આ ચૂંટણી વિવાદિત બની હતી અને આ વર્ષે પણ ચૂંટણીમાં ગેરબંધારણીય રીતે ચૂંટણી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે.

માંગરોળ / પાકિસ્તાનની નાપાક હરકત, 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ

Election Effect / સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર, કારીગરો પોતાના વતન પહોંચ્યાં

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ