Not Set/ અમદાવાદ: રથયાત્રા પૂર્વે હથિયાર અને કારતૂસો સાથે 2ની ધરપકડ

અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે મોટા પ્રમાણમાં કારતૂસો અને હથિયાર ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદની નરોડા કેનાલ પાસેથી ક્રાઈમબ્રાંચે 6 પિસ્તોલ 2 રિવોલ્વર, 4 મેગેઝીન, 101 કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાંચે સુરજ અને અર્જુન નામના 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમની પાસેથી રૂ.1.27 […]

Ahmedabad Top Stories Gujarat Trending
l pistol અમદાવાદ: રથયાત્રા પૂર્વે હથિયાર અને કારતૂસો સાથે 2ની ધરપકડ

અમદાવાદ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે મોટા પ્રમાણમાં કારતૂસો અને હથિયાર ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદની નરોડા કેનાલ પાસેથી ક્રાઈમબ્રાંચે 6 પિસ્તોલ 2 રિવોલ્વર, 4 મેગેઝીન, 101 કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાંચે સુરજ અને અર્જુન નામના 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમની પાસેથી રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રથયાત્રા પહેલા આટલી મોટી માત્રામાં હથિયારો ઝડપાતા પોલીસ પણ એક્શનમા આવી ગઈ છે. રથયાત્રા પહેલા હથિયારો ઝડપાતા હવે સવાલ એ છે કે આ હથિયારો આવ્યા ક્યાંથી, હથિયારોનો ઉપયોગ ક્યાં થવાનો હતો, શું કોઈ મોટા પ્લાનની યોજના હતી આ તમામ સવાલો પોલીસ અને ક્રાઈમ બ્રાંચ માટે તપાસનો વિષય બન્યા છે.

ખોખરામાં વિસ્તારમાંથી બોમ્બ મળી આવવાની અફવા

અમદાવાદના  ખોખરામાં વિસ્તારમાંથી બોમ્બ મળી આવવાની માહિતી મળતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. રાષ્ટ્રભારતી સ્કૂલ પાસેથી લાવારિસ હાલતમાં બેગ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ દેશી બોમ્બ હોવાનું અનુમાન કર્યું હતું. ત્યારબાદ પોલીસે બોમ્બ સ્કવોર્ડની ટીમ સાથે તપાસ હાથ ધરી જેમાં ટેનિસ બોલની અંદર ખીલીઓ મારી હોવાનું આવ્યું સામે હતું.

 ahd 1 અમદાવાદ: રથયાત્રા પૂર્વે હથિયાર અને કારતૂસો સાથે 2ની ધરપકડ