Gujarat election 2022/ આપને ફટકોઃ કચ્છના અબડાસામાં ગાયબ ઉમેદવાર ભાજપમાં ભળ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકારણ વધુમાં વધુ ગરમ થઈ રહ્યુ છે. આ સમયે આપના ગુમ થયેલા ઉમેદવાર વસંત ખેતાણીને લઈને અનેક રહસ્યો હતો. પણ હવે આ રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયો છે. આ ઉમેદવારે હવે ભાજપને સમર્થન આપ્યું છે અને તે ભાજપનો ખેસ પહેરેલો જોવા મળ્યા છે.

Top Stories Gujarat
  • સુરતના કંચન જરીવાલા પછી આપના વધુ એક ઉમેદવાર ભાજપના સમર્થનમાં હટ્યા
  • અબડાસાના ઉમેદવાર વસંત ખેતાણી સવારથી જ ગુમ હતા
  • આપના ઉમેદવારો પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક દબાણનો આરોપ

Gujarat election 2022ને લઈને રાજકારણ વધુમાં વધુ ગરમ થઈ રહ્યુ છે. આ સમયે આપના(AAP) ગુમ થયેલા ઉમેદવાર વસંત ખેતાણીને(Vasant Khetani) લઈને અનેક રહસ્યો હતો. પણ હવે આ રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયો છે. આ ઉમેદવારે હવે ભાજપને સમર્થન આપ્યું છે અને તે ભાજપનો ખેસ પહેરેલો જોવા મળ્યા છે.

આમ મતદાન પૂર્વે આપને વધુ એક ઝાટકો લાગ્યો છે. વસંત ખેતાણીએ ભાજપના (BJP) ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને (Prdhumansingh jadeja) સમર્થન આપ્યું છે. આ પહેલા તે અચાનક ગાયબ થઈ જતા રહસ્યના વમળો સર્જાયા હતા. આપના કાર્યકરોનો આરોપ છે કે તેઓ સવારથી જ ગુમ હતા અને તેમનો ફોન પણ બંધ આવતો હતો. આપના કાર્યકરોનો આરોપ હતો કે ભાજપે તેમનું અપહરણ કર્યુ હતુ.

પણ આ આરોપને નકારતા હોય તેમ ખેતાણીએ પછી અચાનક જાહેર થઈ ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું હતું એટલું જ નહી સમર્થન આપતો વિડીયો પણ જાહેર કર્યો હતો. ખેતાણીના આ પગલા અંગે આપના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ આપના ઉમેદવારો પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે જાત-જાતના દબાણ કરે છે. તેઓએ આપના ઉમેદવાર ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ કરી હતી.

ખેતાણીએ જણાવ્યું હતું કે તેઓ આપને છોડી રહ્યા છે અને દેશના હિતમાં ભાજપની સાથે જોડાઈ રહ્યા છે. તેની સાથે ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ તેમણે જાહેર કર્યો છે. ખેતાણીએ પોતે જ કરેલી જાહેરાતના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની સંભાવના નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ આપના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ ભર્યા પછી આ રીતે ગુમ થઈ ગયા હતા. તેના પછી બીજા દિવસે અચાનક જ પ્રગટ થયા હતા અને નોડલ ઓફિસર સમક્ષ આવીને ફોર્મ પરત ખેંચી લીધું હતું.

આ પણ વાંચોઃ

Gujarat Election/ સુરતના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધોગપતિ અને પદાધિકારીઓ સાથે કરી મહત્વની બેઠક

National Population Register/ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને નવો ઓપ આપશે સરકાર