ગુજરાત વિધાનસભા ચૂંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે, છેલ્લા બે દિવસથી પ્રધાનસેવક સતત પ્રચારમાં વ્યસ્ત છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. આ બેઠક તેમણે પહેલા પદાધિકારીઓ સાથે કરી હતી અને બાદમાં ઉધોગપતિ સાથે કરી હતી. કયાં મુદ્દે આ બેઠક થઇ છે તેની હાલ જાણકારી પ્રાપ્ત નથી.
નોંધનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બીજા દિવસના પ્રવાસ દરમિયાન સૈારાષ્ટ્માં 3 જાહેર સભા સંબોધશે. જયારથી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચારની બાગડોર હાથમાં લીધી છે, જેનાથી ભાજડપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજેપણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે. આજે પ્રચાર કરતા પહેલા તેમણે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક પદાધિકારીઓ અને ઉધોગપતિઓ સાથે કરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે 15મી વિધાનસભાની ચૂંટણીને લઇને આજે વડાપ્રધાન પાલિતાણા,કચ્છ,જામનગર અને રાજકોચમાં સભા સંબોધશે, આ શહેરમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે, આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા સમીરરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે.આજેપણ અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ધરા પર પ્રચાર કરવા આવી પહોચ્યા છે.
