મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચોતરફથી ફટકાર મળી રહી છે.સાધ્વી પ્રજ્ઞાને ખુદ તેમના પક્ષ ભાજપે પણ બરાબરના આડે હાથ લીધા છે. ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યું કે ગઈકાલે સંસદમાં તેમનું નિવેદન નિંદાજનક હતું. ભાજપ આવા નિવેદનો કે વિચારધારાને ક્યારેય સમર્થન આપતું નથી.
કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પ્રજ્ઞા ઠાકુરની સામે આકરા પગલાં ભરવાનું જણાવતા તેમને તાજેતરમાં જ સુરક્ષા માટેની સલાહકાર સમિતિના સભ્ય પદેથી તગેડી મૂકવા ભલામણ કરી છે.નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ સત્રમાં પ્રજ્ઞા ઠાકુર ભાજપના સંસદીય દળની બેઠકમાં પણ હાજર નહીં રહી શકે.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિમાંથી હટાવ્યા છે. આ સાથે સાધ્વી પ્રજ્ઞાને સત્ર દરમિયાન ભાજપ સંસદીય પાર્ટીની બેઠકોમાં ભાગ ન લેવાનું કહેવામાં આવ્યું છે.
સુત્રોના હવાલેથી એવા અહેવાલો મળી રહ્યા છે કે પાર્ટીની શિસ્ત સમિતિ સાધ્વી પ્રજ્ઞા સામે પાર્ટીના અનુશાસન સમિતિ મોટી કાર્યવાહી કરશે. તેને પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાંમાં પણ આવી શકે છે.
શું છે સમગ્ર મામલો
લોકસભામાં એસપીજી સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે ડીએમકેના સાંસદ એ.કે. રાજા ગોડસેના નિવેદનની વાત કરી રહ્યા હતા કે ગોડસેએ મહાત્મા ગાંધીની કેમ હત્યા કરી હતી? જો કે એ પછી સાધ્વી પ્રજ્ઞાએ તેમને અટકાવ્યા. સાધ્વીએ કહ્યું, ‘તમે દેશભક્તનું ઉદાહરણ આપી શકતા નથી.’ જો કે, પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન લોકસભા રેકોર્ડથી દૂર કરવામાં આવ્યું હતું.
પ્રિયંકાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું
સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘આજે દેશની સંસદમાં ઉભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. તેમના મંતવ્યો શું છે? મહાત્મા ગાંધી અમર છે.
અગાઉ પણ ગોડસે ગણાવ્યો હતો દેશભક્ત
આ પહેલીવાર નથી જ્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. પીએમ મોદીએ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. પીએમએ કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાએ આ મામલે માફી માંગી હોવા છતાં હું તેને મારા દિલથી ક્યારેય માફ કરી શકીશ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
