અમિતાભ શાહ યુથ અનસ્ટોપેબલ સોસાયટીના સ્થાપક છે. તેણે ફેસબુક લાઇવમાં દાવો કર્યો હતો કે નિત્યાનંદના આશીર્વાદથી તેમની લંબાઈ ત્રણ ઇંચ વધી છે. શાહ ગુજરાતનો પહેલો વ્યક્તિ હોવાનું કહેવાય છે જે વિવાદિત બાબા નિત્યાનંદના અનુયાયી બન્યા હતા.
અનસ્ટોપેબલ સંસ્થાના સ્થાપક અમિતાભ શાહે દાવો કર્યો છે કે નિત્યાનંદના આશીર્વાદથી તેમની લંબાઈ ત્રણ ઇંચ વધી છે.
એક જૂની ફેસબુક લાઇવ વિડિઓમાં અમિતાભે દાવો કર્યો હતો કે મહાશીવાહમ વિધિમાં ભાગ લીધા પછી નીત્યાનંદે તેમની લંબાઈ વધારી દીધી છે વિડિઓના અંતમાં, અમિતાભ શાહ બાકીનાને આવા વધુ ચમત્કારો જોવા નિત્યાનંદના આશ્રમમાં આવવા વિનંતી કરી રહ્યાં છે.
શાહની પત્નીએ પણ ઉંચાઈ વધવાનો દાવો કર્યો હતો
વીડિયોની શરૂઆતમાં, લેન્ડ્રી અમિતાભ શાહ સાથે વાત કરી રહ્યા છે, જેમણે દાવો કર્યો છે કે તેમની ઉંચાઈ પહેલા બહુ ઓછી હતી પરંતુ ધાર્મિક વિધિમાં સામેલ થયા બાદ થોડીક મિનિટોમાં તેમની ઉચાઈ વધી ગઈ. ત્યારબાદ લેન્ડ્રીએ શાહની પત્ની રશ્મિ સાથે વાત કરી, જે એક દિવાલ સામે ઉભી હતી, જેમાં તેણે તેની પહેલાની ઉંચાઈ અને પછીની ઉંચાઈ ના બે ચિહ્નો બનાવ્યા હતા. રશ્મિએ કહ્યું, “તેમણે સ્વામીજીને તેમની લંબાઈ બે ઇંચ વધારવા કહ્યું હતું.” રશ્મિએ જણાવ્યું હતું કે મહા સદાશિવોહમમાં ભાગ લીધા પછી તેની ઉંચાઈ વધી ગઈ છે.
સદાશિવહોમથી લંબાઈ વધતી ગઈ
આ પછી અમિતાભ શાહે કહ્યું, ‘અમે તમારા લોકો માટે લાઈવ સેશન કરીશું. અમિતાભ શાહે વધુમાં કહ્યું કે, ‘મેં સ્વામીજી પાસેથી ત્રણ વસ્તુ માંગી હતી. તેમાં લંબાઈ પણ શામેલ હતી. નિત્યાનંદની ધાર્મિક વિધિમાં જોડાયા પછી મારી લંબાઈ વધી ગઈ. ‘ લેન્ડ્રીએ વીડિયોમાં સમજાવ્યું, “મહા સદાશિવહોમ એક મહિમા છે જે કોઈપણ ઓબ્જેક્ટના કદમાં વધારો કરવાની શક્તિ આપે છે.” લેન્ડ્રીએ અમિતાભ શાહને કહ્યું કે જેમ જેમ ઉંચાઈ વધે છે તેમ તેમ જવાબદારી પણ વધે છે.
વીડિયોના અંતમાં શાહ અન્ય લોકોને આશ્રમમાં આવવાનું કહે છે. તમિલનાડુના વતની નિત્યાનંદના પૂર્વ સચિવ જનાર્દન શર્માએ આરોપ લગાવ્યો કે તેના ત્રણ બાળકોને આશ્રમમાં કેદ કરવામાં આવ્યા છે. આ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
