ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં ગોડસેને લઇને પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે લખ્યું, આ સાંસદે ભારતનાં પહેલા આતંકવાદીને દેશભક્ત બતાવીને સંસદનું અપમાન કર્યું છે. શરમજનક. મંગળવારે ભાજપ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે તેના આતંકનાં આરોપી સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. વડા પ્રધાન ક્યારે સ્પષ્ટ કરશે – આ ગોડસેનું ભારત છે કે ગાંધીનું ભારત?
સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદન અંગેનાં વિવાદ બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સંસદની બહાર કહ્યું કે, ભાજપનાં સાંસદે ગોડસે અથવા બીજા કોઈનું નામ લીધું નથી. જોશીએ કહ્યું કે, તેમણે (પ્રજ્ઞા) ગોડસે અથવા બીજા કોઈનું નામ લીધું નથી. રેકોર્ડમાં એવું કંઈ જ નથી. આવા સમાચાર ફેલાવવા યોગ્ય વાત નથી. એટલું જ નહીં, મંત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે ઉધમસિંહનું નામ લેવામાં આવ્યુ ત્યારે પ્રજ્ઞાએ તેનો વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘તેમનું (પ્રજ્ઞા) માઇક ચાલુ નહોતું. જ્યારે ઉધમસિંહનું નામ લેવામાં આવી રહ્યું હતું ત્યારે તેણે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ વિશે પણ સ્પષ્ટતા કરી છે અને મને વ્યક્તિગત રૂપે કહ્યું છે.
બીજી તરફ ડીએમકેનાં સાંસદ એ.કે. રાજા કહે છે કે પ્રજ્ઞાએ ગોડસેને રાષ્ટ્રવાદી ગણાવ્યો હતો. તેમણે કહ્યું, જ્યારે મેં કહ્યું કે નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા કરવાનું ઘોર પાપ કર્યું છે, ત્યારે સાધ્વી પ્રજ્ઞા ઉભા થયા અને કહ્યું કે તેઓ રાષ્ટ્રવાદી છે. આ નિંદાકારક છે. આ સમગ્ર ઘટના ત્યારે થઇ જ્યારે લોકસભામાં એસપીજી સુધારા બિલની ચર્ચા કરતી વખતે ડીએમકેનાં સાંસદ એ.કે. રાજા બોલી રહ્યા હતા. રાજા ગોડસેનાં નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે તેણે મહાત્મા ગાંધીની કેમ હત્યા કરી ત્યારે સાધ્વી પ્રજ્ઞાએ તેમને અટકાવ્યા. ભાજપનાં સાંસદે કહ્યું, તમે એક દેશભક્તનું ઉદાહરણ આપી શકતા નથી.
રાજાએ કહ્યું કે ગોડસેએ પોતે કબૂલાત કરી હતી કે 32 વર્ષોથી તેણે ગાંધી વિરુદ્ધ નફરતને પાળી રાખી હતી અને અંતે તેમની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. રાજાએ કહ્યું કે ગોડસેએ ગાંધીની હત્યા કરી કારણ કે તેઓ કોઈ ખાસ વિચારધારામાં માનતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
