ઉત્તર પ્રદેશ,
ઉત્તર પ્રદેશના બલિયા સ્તિથ એક પ્રાચીન મંદિરમાંથી અષ્ટધાતુની ૫ મૂર્તિ ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ચોરી થયેલી મૂર્તિઓની કિંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા આંકવામા આવી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોધી ચોરોને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
હકીકતમાં બલિયા જીલ્લાના ફેકના થાના ક્ષેત્રમાં ખૂની ખોઇપાકડ ગ્રામમાં રામ જાનકી મંદિર આવેલું છે. લોકોની માન્યતા મુજબ, આ મંદિરની સ્થાપના લગભગ ૧૫૦ વર્ષ પહેલા જગદેવ આનંદજીએ કરી હતી. આ મંદિરમાં રામ-સીતા, લક્ષ્મણ, કૃષ્ણ અને રાધાની અષ્ટધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, આ મંદિરમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓ મુલ્યવાન હતી અને એક મૂર્તિનું વજન ૨૦ કિલો હતું. મંદિરના પુજારી અરુણ કુમારે જણાવ્યું હતું કે, તેઓના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે બે દિવસ પહેલા પોતાના ગામ ગયા હતા, ત્યારે ચોરોએ મંદિરની અગાસી પરથી રસ્તો બનાવીને અંદર આવ્યા હતા અને ચોરી કરી હતી.
આ ઘટનાને કારણે વિસ્તારમાં રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જયારે જિલ્લા વહીવટીતંત્રમાં આ બાબતે જણાવવા અંગે એકરાર કરી રહ્યા છે. લોકોએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, જીલ્લામાં દિન-પ્રતિદિન આ પ્રકારની ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ કંઇ પણ કરી રહી નથી. ગામમાં રહેતા પપ્પુ રાયજીએ પણ જણાવ્યું હતું કે, “મંદિરમાં મૂર્તિઓની સ્થાપના તેમના પૂર્વજો દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં મૂર્તિઓની કિંમત ૧૫ કરોડ રૂપિયા છે. અને પોલીસ વહીવટીતંત્રની બેદરકારીથી શિલ્પીઓ ચોરાઇ ગઈ છે”.
