મુંબઈ,
ડેવિડ વોર્નર તથા સ્ટીવ સ્મિથ આ મહીનાના અંતમાં પોતાની આઇપીએલ ટીમનો છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફરશે. તેઓ ઓસ્ટ્રેલિયામાં 2જી મેથી શરૂ થનારી રાષ્ટ્રીય ટીમની અભ્યાસ શિબિરમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે
સ્મિથ અને વોર્નર આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હદરાબાદ સાથે રમી રહ્યા છે અને બંનેએ બોલ સાથે છેડછાડના પ્રકરણમાં એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ મેચમાં પરત ફર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કહ્યું હતું કે આઇસીસી વિશ્વ કપ માટે પસંદ કરી વામાં આવેલી 15 સભ્યની ટીમ બીજી મેના દિવસથી બ્રિસ્બેનમાં રાષ્ટ્રીય ક્રિકેટ સેન્ટર પર અભ્યાસ કરશે. વોર્નર આઇપીએલમાં 400 રન કરીને ઓરોન્જ કેપ મેળવી ચૂક્યો છે જ્યારે સ્મિથે સાત મેચમાં 186 રન કર્યાં છે. રાજસ્થાને 30 અપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે 4મેના રોજ મેચ રમવાની છે
ઝડપી બોલર અને જેસન બેહરેનડોર્ફ અને હરફનમૌલા માર્કસ સ્ટોઇનિસને પણ વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે તેથી તે પણ આ મહિનાના અંત સુધીમાં મુંબઇ ઇન્ડિયન્સને અને આરસીબીને છોડી દેશે. ઓસ્ટ્રેલિયા વિશ્વકપમાં પ્રથમ મેચ એક જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમશે.
