Not Set/ રાજકોટમાં મવડી ઓવરબ્રિજનું લોકાર્પણ, 31.09 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બ્રિજ

રાજકોટ, રાજકોટમાં 31.09 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મવડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાંય સમયથી ઓવરબ્રિજની કામગીરીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે દેશભરમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં […]

Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટમાં 31.09 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મવડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાંય સમયથી ઓવરબ્રિજની કામગીરીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે દેશભરમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે તેમ છતા રાજકીય લાભ ખાટવા ભાજપ અને કોંગ્રેસ બન્નેનાં કોર્પોરેટરોએ બ્રિજનાં બન્ને છેડે જનતાની સાથે અલગ અલગ ઉભા રહી લોકાર્પણ કર્યું હતું. જેથી સવાલ એ ઉભો થાય છે કે શું આ રીતનાં લોકાર્પણ બાદ ચૂંટણી પંચ કોઈ પગલા લેશે કે કેમ?