Junagadh News/ જૂનાગઢ શિક્ષણ કૌભાંડ મામલે સરકાર એક્શનમાં

શિક્ષણ કૌભાંડ (Education Scam)નો આ મામલો સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Gujarat Others
શિક્ષણ કૌભાંડ (Education Scam)નો આ મામલો સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે

Junagadh News : જૂનાગઢ (Junagadh)માં શિક્ષણના નામે ચાલતી કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરપિંડીના આરોપોને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શિક્ષણ કૌભાંડ (Education Scam)નો આ મામલો સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મંત્રીના જણાવ્યા મુજબ પોલીસ અને શિક્ષણ વિભાગ (Education Departmen)ને સંયુક્ત રીતે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. મામલાની દરેક દિશામાં તપાસ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિને બક્ષવામાં નહીં આવે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શિક્ષણ સાથે ચેડાં કરવાનું કૃત્ય કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ કરનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં એસઓજી દ્વારા તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંબંધિત ઓફિસમાં રહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. સાથે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની વિગતવાર તપાસમાં જોડાયા છે.

સરકારનું કહેવું છે કે જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ કે સંસ્થા દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચો : વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો : સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ