Gandhinagar News: ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election)ની ચારેય બેઠક માટે ભાજપે તેના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉમેદવારોએ ગઈકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધુ હતુ. તેના પગલે તેમણે તેમની મિલકતો જાહેર કરી છે. તેઓની મિલકતોમાં જોઈએ તો દરેક ઉમેદવાર લખપતિ અને કરોડપતિ છે.
રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha Election) ભાજપના ઉમેદવાર રાજુ શુક્લ છે કરોડપતિ

રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha Election)ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રાજેશ શુક્લ (Rajesh Shukla)નું સોગંદનામું જોઈએ તો તેમના નામે રૂ. 1.77 કરોડથી વધુની મિલકત છે. તેમની પત્ની અંજનાના નામે રૂ. 2.67 કરોડથી વધુની મિલકત છે. પતિ-પત્ની પાસે બે કિલો સોનું અને 30 કિલો ચાંદી છે. આ ઉપરાંત તેમણે સોગંદનામામાં એક લાખની કિંમતની 32 બોરની રિવોલ્વર દર્શાવી છે. આ ઉપરાંત ચાર લાખની કિંમતની રાઇફલ પણ છે. તેની સાથે પતિ-પત્નીના નામે કૃષિ મીનની વિગતો જાહેર કરવામાં આવી છે. કૃષિ જમીનની કિંમત 68.14 કરોડ રૂપિયાથી વધુ છે અને બિનખેતી જમીનની કિંમત રૂ. 88.03 કરોડથી પણ વધારે છે.
રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha Election) ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર છે કરોડપતિ

આ જ રીતે રાજ્યસભાના અન્ય ઉમેદવાર માનસિંહ પરમારનું સોગંદનામુ જોઈએ તો તેમની સંપત્તિ કુલ રૂ. 1.22 કરોડથી વધુ છે. તેમની પત્ની નિર્મળા પરમારના નામે 1.21 કરોડ રૂપિયાથી વધુની મિલકત છે. પતિ-પત્ની બંને પાસે કુલ 281.500 ગ્રામ સોનું છે. આ ઉપરાંત માનસિક પરમાર પાસે 12 બોરની રિવોલ્વર છે. જ્યારે ચાર વિસ્તારોમાં અંદાજે રૂ. 1.80 કરોડની કૃષિ જમીન છે. તેમના વેરાવળ ખાતેના રહેણાક મકાનનું મૂલ્ય રૂ. 45 લાખ છે.
રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha Election) ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર કણજારીયા છે કરોડપતિ

આ સિવાય અન્ય ઉમેદવાર જિતેન્દ્ર કણજારીયાએ જાહેર કરેલા એફિડેવિટમાં જોઈએ તો તેમણે કુલ 24.52 લાખ રૂપિયાની મિલકત જાહેર કરી છે. પત્નીના નામે 28.38 લાખ રૂપિયાની મિલકત છે. પતિ-પત્ની પાસે 26 તોલા સોનું છે. તેમની પાસે ત્રણ સ્થળે અંદાજે 2.50 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે. જ્યારે પાંચ સ્થળે અંદાજે 3.30 કરોડની બિનખેતીની જમીન છે. એફિડેવિટમાં તેમણે સંપત્તિની સાથે આર્થિક સ્થિતિની વિગતો પણ જાહેર કરી હતી.
રાજ્યસભા ચૂંટણીમાં (Rajyasabha Election) ભાજપના ઉમેદવાર મુકેશ રાઠવા છે લખપતિ

ભાજપના અન્ય ઉમેદવાર મુકેશ રાઠવાની એફિડેવટમાં જોઈએ તેમણે 16.84 લાખ રૂપિયાની મિલકત જાહેર કરી છે. ઉર્વશીબેન રાઠવાના નામે 21.24 લાખ રૂપિયાની મિલકત છે. પતિ-પત્ની પાસે 210 ગ્રામ સોનું છે અને 1.8 કિલોગ્રામ જેટલી ચાંદી છે. આ બતાવે છે કે ભાજપના ચારમાંથી ત્રણ ઉમેદવાર પાસે કરોડો રૂપિયાની જમીન છે.
આ પણ વાંચો: 18મી જૂને 10 રાજ્યોની 24 બેઠકોની રાજ્યસભા ચૂંટણી, ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે ચૂંટણી
આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના ઉમેદવારોને લઈને રાજકીય ચહલપહલ તેજ
આ પણ વાંચો: રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ તેજ, અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા
