Gandhinagar News/ 18મી જૂને 10 રાજ્યોની 24 બેઠકોની રાજ્યસભા ચૂંટણી, ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે ચૂંટણી

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર, 18 જૂનના રોજ યોજાશે ચૂંટણી. ગુજરાતમાં ચાર બેઠકો થઈ રહી છે ખાલી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો (Rajyasabha Election) માટે ચૂંટણી જાહેર થઈ છે, 18 જૂનના રોજ ચૂંટણી યોજાશે . ગુજરાતમાં ચાર બેઠકો ખાલી થઈ રહી છે . રામ મોકરિયા (Ram Mokariya), નરહરી અમીન(Narahari Amin), શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)ની ટર્મ પૂરી થાય છે અને તેમની સાથે રમીલાબેન બારાનો(Ramilaben Bara) કાર્યકાળ પણ પૂરો થયો છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાતમાં વિપક્ષનો કોઈ ક્વોટા જ નહીં હોય.

Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે
Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે

Rajyasabha Electionનું જાહેરનામું પહેલી જાન્યુઆરીએ બહાર પડશે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન

કુલ 10 રાજ્યોની 24 બેઠકોની ચૂંટણી યોજાશે. પહેલી જૂનથી આઠ જૂન સુધી ફોર્મ ભરી શકાશે. નવ જૂન ફોર્મ ચકાસવામાં આવશે. 11 જૂન ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ. 18મી તારીખના રોજ સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. સાંજે પાંચ વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. પહેલી જૂનના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે
Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે

રાજ્યસભાની ચૂંટણીના પગલે ભાજપનો દબદબો વધશે

આ ચૂંટણીમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમની બેઠકોનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં મહત્તમ ચાર બેઠકો ખાલી પડી રહી છે. કર્ણાટકના ચાર રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યસભા ચૂંટણી પૂરી થતાં હવે લોકસભા પછી રાજ્યસભામાં પણ ભાજપનો દબદબો વધશે. હાલમાં એનડીએની 141 બેઠકો છે. હવે આ આંકડો વધીને 160ને પાર કરી જતાં આશ્ચર્ય નહી થાય. જ્યારે ભાજપનો આંકડો એકલા હાથે 135 સુધી જઈ શકે છે.

Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે
Rajyasabha Election ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે

મતદાન દરમિયાન વખતે ખાસ જાંબલી સ્ક્રેચપેનનો જ ઉપયોગ

ચૂંટણી પંચે સ્પષ્ટપણે સૂચના આપી છે કે મતદાન દરમિયાન રિટર્નિંગ ઓફિસર દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ જાંબલી સ્કેચ પેનનો જ ઉપયોગ કરવામાં આવશે. અન્ય કોઈ પેનની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયીતા સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાજ્યસભામાં બેઠકોની સંખ્યા ઘણા મુખ્ય બિલો અને રાજકીય વ્યૂહરચનાઓને સીધી અસર કરે છે. પરિણામે, વિવિધ રાજકીય પક્ષો આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી અને સમર્થન એકત્રિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે.


આ પણ વાંચો : Rajya Sabha Election/ રાજ્યસભાની ચૂંટણીમાં PPE કીટ પહેંરીને મતદાન કરવા પહોંચ્યા ધારાસભ્ય

આ પણ વાંચો : Rajya Sabha Election/ રાજ્યસભાની ચૂંટણીમાં PPE કીટ પહેંરીને મતદાન કરવા પહોંચ્યા ધારાસભ્ય

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ખેંચતાણ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે નિર્ણય ટાઈ