Gujarat/ રાજકોટ ટ્રાફિક પોલીસનાં છબરડાનો રોગ UP પોલીસને લાગ્યો

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આંખો પર પટ્ટી બાંધી ગોંડલનાં વાહનચાલકોને ધડાધડ નંબર કે વાહન જોયા વગર મેમો મોકલી આપી છબરડાનો રેકોર્ડ કરી નાખવામાં આવ્યો છે.

Gujarat Rajkot

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આંખો પર પટ્ટી બાંધી ગોંડલનાં વાહનચાલકોને ધડાધડ નંબર કે વાહન જોયા વગર મેમો મોકલી આપી છબરડાનો રેકોર્ડ કરી નાખવામાં આવ્યો છે. ત્યારે આ છબરડાનો રોગ છેક યુપી સુધી પહોંચવા પામ્યો છે.

ગોંડલમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા ઉમિયાજી ટ્રાન્સપોર્ટ વાળા ભરતભાઈ કલોલાને તાજેતરમાં જ યુપી પોલીસ દ્વારા રૂપિયા 5,250 નો મેમો મોકલવામાં આવ્યો છે. ભરતભાઈ ક્લોલાનાં ટ્રક નંબર GJ 03 BT 9995 છે અને આ ટ્રક દ્વારા યુપીની કોઈ વર્ધી ભરવામાં આવી નથી યુપી પોલીસ દ્વારા મોકલવામાં આવેલ મેમોમાં અગ્રવાલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ચોખ્ખી ચણાક જણાઈ રહી છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે રાજકોટ ટ્રાફિક પોલીસનાં છબરડાનો રોગ UP પોલીસ સુધી પહોંચી જવા પામ્યો છે.

Election: વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયાના કાર્યાલયમાં ઉડયા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા

Ahmedabad: પ્રેમસંબંધમાં સગીરાના પરિવારે યુવકનું કર્યું ફિલ્મી ઢબે અપહરણ અને ફેંકી દીધો કેનાલમાં…

Ahmedabad: પેટ્રોલપંપની ભાગીદારીના નામે 70.94 લાખની ઠગાઈ, પોલીસે બે ભાઈઓની કરી ધરપકડ, એક ફરાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ