@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાને પેટ્રોલ પંપમાં ભાગીદારીના નામે 70.94 લાખ રૂપિયા લઈને ભાગીદારી ન આપતા અને છેતરપિંડી કરનાર 3 સગા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે.
- પેટ્રોલપંપની ભાગીદારીનાં નામે ઠગાઈ
- 70.94 લાખ લઈને મહિલાને આપી ધમકી
- ત્રણ સગા ભાઈઓએ મળી રચ્યુ તરકટ
- પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
નરોડા વિસ્તારમાં રહેતા મહેશ દેસાઇ અને જયેશ દેસાઇ આ બંને શખ્સોએ ભેગા મળી પોતાના અન્ય ભાઈ પ્રવીણ દેસાઈ સાથે મળીને નવરંગપુરાની જયશ્રીબા ગોહિલ નામની મહિલા અને તેના પતિને પેટ્રોલ પંપમાં 49 ટકા ભાગીદારી આપવાનું કહીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા અને પેટ્રોલ પંપના ઓરીજનલ માલિક ન હોવા છતાં પણ ખોટી ઓળખ આપી હતી અને ખોટી સહીઓ કરી ભાગીદારીના કરાર કર્યા હતા.2015માં મહિલાનાં પતિનુ અવસાન થતા મહિલાએ ચકાસણી કરતા સમગ્ર બાબતની જાણ તેઓને થતા પૈસા આ શખ્સોએ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને સીટીએમ ખાતે લિફ્ટના પાસનું વેચાણ કરતાં જય શ્રી બા અનિરુદ્ધસિંહ ગોહિલ એ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના પતિ અનિરુદ્ધજીના મિત્ર બાબુભાઈ રાયકા મારફતે તેઓની મુલાકાત પ્રવિણ રબારી સાથે થઈ હતી અને પ્રવિણ રબારી એ નરોડા ખાતે આવેલા એક પેટ્રોલપંપ ના પોતે માલિક હોય અને પોતે આ પેટ્રોલ પંપમાં ભાગીદારની જરૂર હોય તેવું જણાવી મહિલા પાસેથી ટુકડે-ટુકડે 70 લાખ 94 હજાર રૂપિયા લઈને ભાગીદારીના આપી તેમજ પેટ્રોલ પંપ ખરેખર પોતાની માલિકીનું ન હોવાનું અને વિદેશમાં રહેતા એન.આર.આઇ વ્યક્તિનું હોવાનું ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાએ પોતાના પેસા પરત માંગતા આરોપીઓએ મહિલાનાં પરિવાર સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી જેથી આ મામલે સરદારનગર પોલીસે ફરિયાદનાં આધારે મહેશ દેસાઇ અને જયેશ દેસાઇ નામના બે ભાઈઓની ધરપકડ કરી છે.
હાલ તો આ મામલામાં પોલીસે ફરાર આરોપી પ્રવિણ દેસાઈની શોધખોળ શરૂ કરી છે તેમજ આ પેટ્રોલપંપ માટે આરોપી ભાઈઓએ લીધેલા 70.94 લાખ રકમનુ આરોપીઓએ શુ કર્યુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે..તેમજ પેટ્રોલપંપના મૂળ માલિક તુલસીબેન પટેલને આ શખ્સોએ ધમકી આપીને ખોટી રીતે માલિક બની છેતરપીંડી આચરી હોવાનું પોલીસને ધ્યાને આવતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
