સુરતના માંડવી વિસ્તારમાં ખુંખરા દીપડાએ આતંક મચાવ્યો છે. બે પશુઓના મારણથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જમણાકાંઠાની નહેર પર દીપડાએ પશુઓનું મારણ કર્યું છે. પશુપાલકોએ વનવિભાગને આ મામલે જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છેે. આ ઉપરાંત પશુના મારણની જગ્યા પર વનવિભાગે પાંજરું મુક્યું છે. માંડવી વિસ્તારમાં ઘુસી આવેલાો ખુંખાર દીપડો હજુ સુધી વનવિભાગની પકડમાં આવ્યો નથી.
